માંડવી

માંડવી પાલિકા પ્રમુખ નિમેષ શાહની , ઉપપ્રમુખ પદે સંધ્યા ચૌધરી નિમણુંક

કારોબારી સમિતીના અધ્યક્ષ પદે કિરીટ પટેલ વરાયા

માંડવી નગરપાલિકાના અઢી વર્ષના સાસન માટે આજરોજ મળેલી બેઠકમાં હોદ્દેદારોની વરણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. પ્રમુખ સિવાયના હોદાઓમાં અણધારી નિયુક્તિ હોવાની ચર્ચા સાથે કહી ખુશી કહીં ગમનો માહોલ સર્જાયો હતો.

માંડવી નગરપાલિકાના નિમેશભાઈ શાહ સહકારી સંસ્થા સાથે જોડાયેલ નિર્વિવાદિત વ્યક્તિત્વની પ્રમુખ તરીકેની વરણીને સૌએ વધાવી ખુશી વ્યક્ત કરી હતી. સ્વચ્છ છબી તથા જનસેવા માટે પડદા પાછળ રહી મોટું યોગદાન આપનાર નિમેષભાઈને સૌએ અભિનંદન પાઠવ્યા હતાં.

જ્યારે ઉપપ્રમુખ તરીકે સંધ્યાબહેન ચૌધરી અને કારોબારી પદે કિરીટભાઈ પટેલ અને શાસકપક્ષના નેતા તરીકે ધર્મેન્દ્રસિંહ મહિડા અને દંડક તરીકે રંજનાબહેન મરાઠેની નિયુક્તિ કરી હતી. નમેષભાઈએ જણાવ્યું હતું કે તંદુરસ્ત વાતાવરણ સાથે નગર વિકાસના કામોને પ્રાધાન્ય સાથે સમાજિક દાયિત્વ માટે સતત કટિબદ્ધ રહીશું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button