માંડવી

સ્ટોન ક્વોરીઓ તાત્કાલિક બંધ કરાવવા માંગ સાથે; માંડવી તાલુકા સરપંચ એસોસિયેશને માંડવી પ્રાંતને આવેદનપત્ર આપ્યું

માંડવી તાલુકાના અરેઠ વિસ્તારમાં ચલાતી સ્ટોન ક્વોરીથી નુકસાન થતું હોવાની રાવ સાથે ગામના સરપંચ સહિત ચૂંટાયેલા સભ્યો તથા અગ્રીઓએ ક્વોરી બંધ કરાવવાની માગ સાથેના વિરોધના કાર્યક્રમમાં આવી રહ્યાં છે. ત્યારે આજરોજ માંડવી તાલુકા સરપંચ એસોસિયેશને પણ માંડવી પ્રાંતને આવેદનપત્ર આપી અરેઠ ગ્રામ પંચાયતમાં આવેલ સ્ટોન ક્વોરીઓ તાત્કાલિક અસરથી બંધ કરાવવાની માંગ કરી હતી.

માંડવી તાલુકાના સરપંચ એસોશિયેશનના પ્રમુખ કમલેશભાઈ ચૌધરી અને તાલુકાના અનેક ગામોના સરપંચો એકત્ર થઈ માંડવી પ્રાંતને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે, સ્ટોન ક્વોરી દ્વારા કરવામાં આવતાં બ્લાસ્ટને કારણે ભય અને કંપનની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ક્વોરી ઉદ્યોગોને કારણે ઘણી સમસ્યા ગ્રામજનો ભોગવી રહ્યાં છે. પશુપાલન તથા કૃષિ ક્ષેત્રે પણ મોટી આફતો ગ્રામજનો ભગોવી રહ્યા છે. ગ્રામજનોનું જીવન જોખમય બન્યું છે. પર્યાવરણ અને પ્રકૃતિને પ્રતિકુલ અસરોને કારણે માનવજીવ પર ઘાતક અસરો પડી રહી છે.

ગ્રામપંચાયતની પરવાનગી વગર બિનઅધિકૃત ચાલતી ક્વોરી બંધ કરાવવા મુદ્દે ગ્રામપંચાયત દ્વારા અપાયેલા આવેદનપત્ર સંબંધી કોઈ ઉકેલ આજદિન સુધી આવ્યો નથી. જેથી તાકીદે યોગ્ય કાર્યવાહી કરી ક્વોરી બંધ કરાવવાની માગ કરી ઉમેર્યું હતું કે, બિન અધિકૃત ક્વોરી બંધ કરાવવામાં ન આવે તો ભવિષ્યમાં નુકસાનની તમામ જવબદારી તંત્રની રહેશે તેવું જણાવ્યું હતું. આયોજિત આ આવેદન પત્ર કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો અને તાલુકાના સરપંચો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button