માંડવી

માંડવીના ટીટોઈ ગામે સમારકામ કરેલ ગરનાળા પર યોગ્ય પુરાણ ન કરવામાં આવતા રસ્તો સાંકડો થઇ ગયો

માંડવી તાલુકાના ટિટોઈ ગામે ઘણા સમયથી ગરનાળું તૂટી જતાં સમારકામ કર્યા બાદ જેમનું તેમ છોડી દેવામાં આવ્યું છે ગામના મોટા ભાગના લોકો લોકોનો મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન જોડે સંકળાયેલા છે જેથી ગામના લોકો પોતાના ખેતર જવામાં માટે માર્ગનો ઉપયોગ કરતા હોય છે. માર્ગમાં લાંબા સમયથી કોતરડા પર ગરનાળું બનાવામાં આવ્યું છે જે કોઈ વાહનના પસાર થવાથી તૂટી ગયું હતું.

બાદમાં સમારકામ કરવામાં આવ્યું હતું પરંતુ આજદિન સુધી તેને યોગ્ય રીતે રસ્તાને પૂરવામાં ન આવતા ચોમાસા ઋતુમાં લોકો માટે મુસીબત સાબિત થઈ શકે તેમ છે હાલમાં ગામના લોકો પસાર થવા પાણી ન હોવાથી કાચા રસ્તાના બનેલા કોતરડાના માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ ચોમાસુ આવતાની સાથે જ પાણીનો પ્રવાહ કોતરડા માંથી પસાર થશે જેથી લોકોએ ગરનાળાનો ઉપયોગ કરવો પડશે જેથી રસ્તા પર સમારકામ કરવામાં આવેલા ગરનાળા પર યોગ્ય પુરાણ ન કરતા સાંકડો બની જવા પામ્યો છે જેનાથી લોકોને ખુબ હાલાકી વેઠવાનો વારો આવી સકે તેમ છે જેથી તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લઈને લોકોની સવલત માટે પગલાં લેવામાં આવે તેવી માંગ ઊભી થઈ છે.

Related Articles

Back to top button