ગુજરાત

ગુજરાતની 26 લોકસભા બેઠક માટે બહાર પડશે જાહેરનામું, એક ક્લિકમાં જાણો જરૂરી વિગત

લોકસભા ચૂંટણીને લઈ આજે જાહેરનામું પ્રસિદ્ધ થશે. ત્યારે ગુજરાતની 26 લોકસભા બેઠકની ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. તેમજ સાથે સાથે 5 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે.

લોકસભા ચૂંટણીની જાહેર થતાની સાથે જ વહીવટી તંત્ર કામગીરીમાં જોતરાઈ જવા પામ્યું હતું. આજે લોકસભાની ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. ગુજરાતની 26 લોકસભા બેઠકની ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ થશે. 5 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ થશે.

22 એપ્રિલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ

રાજકીય પક્ષોનાં ઉમેદવારો આજથી એટલે કે 12 થી 19 એપ્રિલ દરમ્યાન ઉમેદવારી ફોર્મ ભરી શકશે. તેમજ 20 એપ્રિલે ઉમેદવાર પરત ખેંચવાનો અંતિમ દિવસ હશે. 22 એપ્રિલ ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હશે. ગુજરાત લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીનું 7  મે ના રોજ મતદાન યોજાશે. તેમજ 4 જૂનનાં રોજ દેશભરમાં મતગણતરી થશે. જ્યારે ત્રીજા તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન યોજાશે.

અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે. દ્વારા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ઉપલબ્ધિ, ચકાસણી અને જમા કરાવવા બાબતે નોટિસ જાહેર કરાઈ છે. ૧૨/૦૪/૨૦૨૪થી ૧૯/૦૪/૨૦૨૪ દરમિયાન રજાના દિવસ સિવાય સવારે ૧૧.૦૦થી બપોરે ૩.૦૦ વાગ્યા દરમિયાન કોરા ઉમેદવારી પત્ર મળશે ચૂંટણી અધિકારી ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમદાવાદ પોતાની અખબારી યાદીમાં જણાવે છે કે, ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતવિભાગ માટેની ચૂંટણી નોટિસ તા.૧૨/૦૪/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જે મુજબ,

(૧) ચૂંટણી અધિકારી ૮ – અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની કચેરી, કલેક્ટરની ચેમ્બર, પ્રથમ માળ જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર જમીન સુધારણા અમદાવાદ રૂમ નં.૧૦૮, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ સમક્ષ તા.૧૨/૦૪/૨૦૨૪થી તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારીપત્ર મેળવી શકાશે અને ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે.

(ર) ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૦/૦૪/૨૦૨૪ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી, ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની કચેરી, કલેક્ટરની ચેમ્બર, પ્રથમ માળ, જિલ્લા સેવા મદન, સુભાષબ્રિજ પાસે, અમદાવાદ ખાતે હાથ ધરવામાં આવશે.

(3) ઉમેદવારી પરત ખેંચવાની નોટિસ તા. ૨૨/૦૪/૨૦૨૪ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉપરોક્ત કોઇપણ અધિકારી સમક્ષ રજૂ કરી શકાશે.

(૪ ) ચૂંટણી લડાશે તો મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ સવારના ૭.૦૦થી સાંજના ૬.૦૦ કલાક વચ્ચે થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button