સુરત

મઢી હાઈસ્કૂલના ખેલાડીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે

SGFI સુરત જિલ્લા કક્ષાની (ભાઈઓ- બહેનો ) ની હેન્ડબોલ સ્પર્ધા તારીખ 13 અને 14 ના રોજ એમ કે પટેલ હાઈ સ્કૂલ મઢી ખાતે યોજાઈ હતી. આ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી અલગ અલગ વયજૂથની ભાઈઓની 21 ટીમ અને બહેનોની 12 ટીમોએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધાના મુખ્ય મહેમાન ગુજરાત પોલીસ ટીમના નેશનલ હેન્ડબોલ પ્લેયર પોલીસ ઈન્સ્પેક્ટર રાકેશ અને સુરત જિલ્લા રમત વિકાસ અધિકારી ચેતન પટેલ ઉપસ્થિતમાં સ્પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી. આ સ્પર્ધા હેન્ડબોલ કોચ જયદીપ ચૌધરી અને વ્યાયામ શિક્ષક નરેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ મઢી હાઈસ્કૂલની અંડર 14 અને અંડર 19 ભાઈઓની ટીમ જિલ્લામાં ચેમ્પિયન બની હતી અને અંડર 17 ભાઈઓની ટીમ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને અંડર 19 બહેનોની ટીમ જિલ્લામાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આમ જિલ્લા કક્ષામાંથી મઢી હાઈસ્કૂલના કુલ 22 ખેલાડીઓ રાજ્યકક્ષાએ પસંદગી પામ્યાં હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button