ગુજરાતદક્ષિણ ગુજરાતનર્મદારાજનીતિરાજ્ય

જિલ્લા મહેસુલ વિભાગમાં ભરખમ સુધારો: નર્મદાના 24 નાયબ મામલતદારની જિલ્લા બહાર સામૂહિક બદલી

બહારના જિલ્લામાંથી હાલ નર્મદામાં માત્ર એક નાયબ મામલતદાર આવશે

નર્મદા જિલ્લાના મહેસુલ વિભાગમાં વિવિધ કચેરીમાં ફરજ બજાવતા 24 નાયબ મામલતદારોની રાજ્ય સરકારે સામુહિક બદલીના હુકમ કર્યા છે. 24 નાયબ મામલતદારોની બદલી સામે એક નાયબ મામલતદારની નર્મદા જિલ્લામાં બદલીનો હુકમ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લાના પણ 24 નાયબ મામલતદારોની સાગમટે બદલી થતા મહેસુલ કચેરીઓમાં છાપો પડી જવા પામ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, 24ની જિલ્લાફેર બદલી સામે માત્ર એક જ નાયબ મામલતદારની અન્ય જિલ્લામાંથી નર્મદામાં બદલી થઇ છે. આ બદલીઓને કારણે નર્મદા જિલ્લામાં નાયબ મામલતદારોના મહેકમમાં 54 જગ્યાઓ ખાલી રહેશે. એટલે કે 54 નાયબ મામલતદારોની ઘટને કારણે રોજબરોજના કામકાજ પર વિપરીત અસર પડશે અને લોકોને તેમના મહેસુલ વિભાગના કામકાજ અંગે ધક્કા ખાવા પડશે.

આ સામુહિક બદલીઓને કારણે કલેક્ટર કચેરીમાં જ સાત નાયબ મામલતદારની જગ્યા ખાલી રહેશે. ખુદ કલેક્ટરના પી.એ.ની પણ જિલ્લા બહાર બદલી થઇ છે. જ્યારે નાંદોદ મામલતદાર કચેરીમાં ચાર નાયબ મામલતદારની બદલી થઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button