દેશરાજનીતિ

5 દોસ્તો સાથે મળીને સંસદ સ્મોક એટેકનું કાવતરું ઘડનાર માસ્ટર માઈન્ડ ઝડપાયો, જાણો કોણ છે

સંસદ સુરક્ષા ભંગના માસ્ટર માઈન્ડ કહેવાતા લલિત ઝાની દિલ્હીમાંથી ધરપકડ થઈ છે આ સાથે આ હુમલાના તમામ 6 આરોપીઓ ઝડપાઈ ગયાં છે.

  • સંસદ સુરક્ષા ભંગના માસ્ટર માઈન્ડ લલિત ઝાની દિલ્હીમાંથી ધરપકડ
  • 5 આરોપીઓ ઝડપાઈ ગયાં છે
  • લલિત ઝા એક જ હતો ફરાર 
  • લલિત ઝાએ 5 દોસ્તો સાથે મળીને રચ્યું હતું હુમલાનું કાવતરું 

સંસદ સુરક્ષા ભંગના તમામ 6 આરોપીઓ ઝડપાઈ ગયાં છે. દિલ્હી પોલીસે ગુરુવારે મોડી રાતે હુમલાના માસ્ટર માઈન્ડ લલિત ઝાની પણ દિલ્હીમાંથી ધરપકડ કરી હતી. લલિત ઝાએ તેના 5 દોસ્તો સાથે મળીને હુમલાનું કાવતરું રચ્યું હતું અને તે પછી ભાગી ગયો હતો.

કોણ છે માસ્ટર માઈન્ડ 
સંસદ સ્મોક એટેકના માસ્ટર માઈન્ડનું નામ સામે આવ્યું છે. મૂળ બંગાળના લલિત ઝા નામના એનજીઓના કાર્યકરે તેના 5 દોસ્તો સાથે મળીને આખું કાવતરું ઘડ્યું હતું અને હુમલા માટે 13 ડિસેમ્બરનો દિવસ પણ તેણે નક્કી કર્યો હતો. હુમલાના દિવસ 13 ડિસેમ્બરે શું બન્યું હતું તેને લઈને હવે મોટું અપડેટ સામે આવ્યું છે. લલિત ઝાએ હુમલા પહેલા ગુરુગ્રામમાં તેના ઘેર આરોપીઓ દોસ્તોની બેઠક બોલાવી હતી અને તેમને જરુરી સૂચનાઓ આપી હતી અને બધાના ફોન લઈ લીધા હતા અને પછી ભાગી ગયો હતો. માસ્ટર માઈન્ડ કહેવાતા લલિત ઝાએ ગુરુગ્રામમાં બધા મિત્રોની બેઠક બોલાવી હતી. દિલ્હી પોલીસના સિનિયર અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે “લલિત ઝાએ બધાને ગુરુગ્રામમાં મીટિંગ માટે બોલાવ્યા હતા. ઘટનાને અંજામ આપતા પહેલા લલિતે પોતે ચાર આરોપીઓના ફોન કબજે કરી લીધા હતા અને તે લઈને ભાગી ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી લલિત ઝા છેલ્લે રાજસ્થાનના નીમરાણામાં દેખાયો હતો પરંતુ પોલીસ પહોંચે તે પહેલા ભાગી ગયો હતો. પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ફરાર આરોપી ચારેય આરોપીઓના મોબાઈલ ફોનમાંથી પુરાવા ભૂંસી નાખવાનો પ્રયાસ કરી રહ્યો હોઈ શકે છે જે તેણે અગાઉ તેની સાથે લઈ ગયો હતો.

લલિત ઝાએ સ્મોક એટેકનો વીડિયો એનજીઓ ફાઉન્ડરને મોકલ્યો હતો 
લલિત ઝાએ આ ઘટનાનો એક વીડિયો એનજીઓના સ્થાપક નિલક્ષા આઈચને પણ મોકલ્યો હતો . પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં આદિવાસી શિક્ષણ પર કામ કરતી એનજીઓ ચલાવતી નીલક્ષા આઈચે કહ્યું કે લલિત ઝા અમારી સંસ્થાનો સભ્ય છે.

ઈન્ડીયા ગેટ પર બધા ભેગા થયા, બધાએ લીધા રંગીન ફટાકડાં 
આરોપીની વર્તણૂક વિશે તેમણે કહ્યું કે “તેણે ક્યારેય મને પોતાની કોઈ બાબત વિશે કશું કહ્યું નથી. તે બધું છુપાવી રાખતો હતો. તેણે ક્યારેય તેના ઠેકાણાનો ઉલ્લેખ કર્યો નથી કે તેના પરિવારમાં કોણ છે કે નહીં. મેં તેને વ્યક્તિગત રીતે હિંસક બનતા જોયો નથી. તમામ આરોપીઓ સોશિયલ મીડિયા પેજ ‘ભગત સિંહ ફેન ક્લબ’ સાથે જોડાયેલા હતા. લગભગ દોઢ વર્ષ પહેલા બધા મૈસુરમાં મળ્યા હતા. સાગર જુલાઈમાં લખનૌથી આવ્યો હતો પરંતુ સંસદભવનની અંદર જઈ શક્યો ન હતો. 10 ડિસેમ્બરે એક પછી એક બધા પોતપોતાના રાજ્યોમાંથી દિલ્હી પહોંચ્યા. દરેક વ્યક્તિ ઇન્ડિયા ગેટ પાસે મળ્યા જ્યાં દરેકને રંગીન ફટાકડા વહેંચવામાં આવ્યા.

સંસદ હુમલાના પ્લાનનો દિવસ લલિતે જ નક્કી કર્યો હતો 
લલિત ઝાએ તેના 5 દોસ્તો સાથે મળીને સ્મોક એટેકનું કાવતરું ઘડ્યું હતું અને આખો પ્લાન તેની દોરવણી હેઠળ પાર પડાયો હતો. તેણે સંસદમાં ઘુસણખોરી માટે 13 ડિસેમ્બરનો દિવસ નક્કી કર્યો હતો કારણ કે તે દિવસે સંસદ આતંકી હુમલાની 22મી વરસી હતી તેથી દેશ-દુનિયાનું વધારે ધ્યાન ખેંચાય.

ચાર આરોપીઓ સાત દિવસના પોલીસ રિમાન્ડ પર 
કલર સ્પ્રેથી સંસદ પર હુમલો કરનાર ચાર આરોપીઓને સાત દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. પોલીસે 15 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ત્યાર બાદ પટિયાલા હાઉસ કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જરૂર પડ્યે રિમાન્ડમાં વધુ વધારો કરી શકાય તેમ પણ જણાવ્યું હતું. આરોપીઓ સામે આતંકવાદનો પણ આરોપ લાગ્યો ફરિયાદી પક્ષે ધરપકડ કરાયેલા ચારેય શખ્સો સામે યુએપીએ હેઠળ ગુનો નોંધ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે ચારેયે ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓ સામે આતંકવાદનો પણ આરોપ લાગ્યો છે એટલે કે તેમની સામે આતંકના આરોપસર કેસ ચાલશે.

ભાજપ સાંસદના પાસથી લીધી એન્ટ્રી 
લોકસભાની અંદર કૂદેલા બે લોકોના નામ સાગર અને મનોરંજન છે. સાગરે ભાજપ સાંસદ પ્રતાપ સિંહાના પાસની મદદથી સંસદમાં પ્રવેશ કર્યો હતો. તે મુલાકાતીઓની ગેલેરીમાં બેસીને ગૃહની કાર્યવાહી જોઈ રહ્યો હતો અને નીચે કૂદી પડ્યો તેના થોડા સમય બાદ મનોરંજન ડી નામનો બીજો યુવાન પણ કૂદી પડ્યો હતો અને પછી બન્નેએ ગેસ કેનિસ્ટરથી પીળા રંગનો ધૂમાડો છોડ્યો હતો તથા બેન્ચ પર ભાગમભાગ કરી હતી આનાથી ઘડીભર તો આતંકવાદી હુમલા જેવો ઘાટ થયો હતો.

કોણ કોણ છે આરોપીઓ 
સંસદમાં હુમલાનું કાવતરું રચવામાં કુલ 6 લોકો સામેલ હતા જેમાં સંસદની અંદર હુમલો કરનાર સાગર શર્મા, મનોરંજન અને સંસદ બહાર સ્મોક એટેક કરીને નારેબાજ કરનાર નીલમ અને અણમોલ ઝડપાઈ ગયાં છે. હવે માસ્ટર માઈન્ડની પણ ધરપકડ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button