ગુનોમાંડવીશિક્ષણ

સઠવાવ આશ્રમશાળામાં વિદ્યાર્થીઓ ‘ભારત માતાની જય’ બોલે તો શિક્ષક કરે છે વિરોધ

  • શું “ભારત માતાની જય” બોલવું ગુનો છે?
  • શું આ બનાવમાં શિક્ષકને ફસાવવાની કોશિશ થઈ રહી છે કે પછી સાંસદ પ્રભુભાઈ વસાવા ઉપર લાંછન લગાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે?
  • જો આ બધું શક્ય હોય તો તો કાવતરા ઘડનાર કોણ?

માંડવી તાલુકાના ખાતેની શ્રી નવચેતન કેળવણી મંડળ દેવગઢ સંચાલિત ક્રમિક આશ્રમશાળા સઠવાવના શિક્ષણ સહાયકના વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન બાબતે સંસ્થા દ્વારા આદિવાસી વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી જરૂરી ઘટતી કાર્યવાહીની માંગ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સઠવાવ ખાતેની આશ્રમ શાળામાં અંગ્રેજીના શિક્ષક વિરુદ્ધ સંસ્થાના પ્રમુખ પ્રભુભાઈ વસાવાને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યુ હતું કે શિક્ષક પોતાની જવબદારી પ્રત્યે બેદરકારી દાખવવા ઉપરાંત શિક્ષકને ન છાજે તેવું બાળકો સાથે વર્તન કરતાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પાટલી પર વાંકા વાળવા, બેલ્ટથી મારવાની ધમકી આપવી તથા એલસી આપી દેવાની ધમકી, હાથ પગ ભાંગી નાંખવાની ધમકી આપતાં હોય. શિક્ષક પોતે નાસ્તિક હોવાનું જણાવી બધા ધર્મ બોગસ હોવાનું જણાવે છે. તેથી કુમળી વયના બાળકોના માનસ પર ખોટી અસરો પડે એમ હોય. ઉપરાંત ભારત માતાની જય બોલાવે તેનો પણ વિરોધ કરતાં આવ્યા હતાં. રાષ્ટ્રપિતા માટે પણ અપમાનજનક શબ્દો બોલતાં હોય.

ઉપરાંત શાળામાં પણ સતત અનિમિત રહેતા હોવાથી બાળ ઘડતર પર વિપરીત અસરો પડવાના કારણે જરૂરી કાર્યવાહીની માંગ કરી હતી. બાળકોના ભવિષ્યનું ઘડતર કરતા એક શિક્ષકને ન છાજે એવી ઘટનાને લઇ માંડવી શિક્ષણ આલમનો માહોલ ગરમાયો હતો.

શિક્ષક મેરીટના આધારે પસંદગી પામવાથી સફળ નથી રહેતો. શિક્ષકમાં સામાજિક, ધાર્મિક જ્ઞાન પૂર્ણ સંસ્કારો જરૂરી છે. શિક્ષકના ધર્મ વિરુદ્ધના વાણી વિલાસ ઉપરાંત ધમકી ભર્યા વર્તનથી બાળમાનસ પર ઘેરી અસરો પડવાથી ખિલતા બાળકને મોટું નુકસાન પહોંચી શકે છે. જેથી આવા નાસ્તિક શિક્ષકને બિલકુલ ચલાવી નહીં લેવાય. પ્રભુભાઈ વસાવા, પ્રમુખ નવચેતન કેળવણી મંડળ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button