ભરૂચ

શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત, BAP અને કોંગ્રેસના નેતા બેઠકમાં જોડાતા રાજકારણ ગરમાયું

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત થતાં અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા છે, કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલા પણ શંકરસિંહ સાથેની મુલાકાતમાં જોડાયા હતા

લોકસભાની ચૂંટણી નજીક આવતા ફરી રાજ્યમાં ફરી જૂના નેતાઓ એક્ટિવ મોડમાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત થતાં અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા છે. જેમની આ મુલાકાત બેઠકમાં ભારત આદિવાસી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર દિલીપ વસાવા ઉપસ્થિત રહ્યાં હતાં.

પૂર્વ CM શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત

કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલા પણ શંકરસિંહ સાથેની મુલાકાતમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, BAP પાર્ટીના આગેવાનો બેઠકમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો હતો. આ બેઠક ગાંધીનગર સ્થિત શંકરસિંહના નિવાસસ્થાને મળી હતી. શંકરસિંહ અને BAPની બેઠકને લઈ ભરૂચ બેઠકને લઈ ચર્ચા થઈ હોવાનું અનુમાન છે.

ત્રિ-પાંખીયો જંગ જામશે ?

આ વખતે ભરૂચ લોકસભા બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જામશે. કારણ કે, ભાજપે મનસુખ વસાવાને ટિકિટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધને ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે. તો વળી BAPએ દિલીપ વસાવાને રાજકીય મેદાને ઉતાર્યા છે.

વસાવા vs વસાવા

ભરૂચ લોકસભા બેઠક 1989માં એહમદ પટેલનો ચંદુભાઈ દેશમુખ સામે પરાજય બાદથી ભાજપના હાથમાં રહી છે. 35 વર્ષથી ભાજપના હાથમાં રહેલી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા 6 ટર્મથી ભાજપે મનસુખ વસાવા પર વિશ્વાસ મૂકી ચુંટણી જંગમાં ઉતાર્યા હતા. જોકે આ વખતે સ્થિતિ અલગ છે. વર્ષ 2024ની ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી ઘણી રસપ્રદ રહેશે તેવું મતદારોથી લઈ રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ગુજરાત રાજ્યમાં 26 બેઠક પર કોંગ્રેસ-આપના ગઠબંધનમાં ભાવનગર બાદ ભરૂચ બેઠક આપના ફાળે ગઈ છે. આમ તો ગઠબંધન પહેલાથી જ આપ પાર્ટીએ ચૂંટણી જંગમાં ચૈતર વસાવા પર દાવ રમવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે હવે ગઠબંધનની સત્તાવાર જાહેરાત વચ્ચે ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર બન્યા છે. તો સામે 6 ટર્મથી જંગી લીડથી જીતતા મનસુખ વસાવા પર ભાજપે નો રિસ્ક સાથે રીપીટની થિયરી અપનાવી છે.

કોણ છે મનસુખ વસાવા?

મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ છે. 1989થી આ બેઠક પરથી 6 ટર્મ મનસુખ વસાવા ચૂંટાયા છે.  1998,1999,2004,2009,2014 અને 2019માં ચૂંટાયા છે. ભાજપે મનસુખ વસાવાને 7મી ટર્મ માટે ટિકિટ આપી છે. 1994માં ગુજરાત સરકારમાં મંત્રી હતા.

કોણ છે ચૈતર વસાવા?

12 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. પત્ની 2 વખત નર્મદા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચુક્યાં છે. ડેડિયાપાડા વિધાનસભા બેઠકમાં AAP પાર્ટીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા હતા. 55.9 ટકા વોટ સાથે ધારાસભ્ય બન્યા હતા. ભાજપના હિતેશકુમાર વસાવા અને કોંગ્રેસના જેરમાબેન વસાવાને હરાવ્યાં હતાં. ઈન્ડિયા ગઠબંધને ભરૂચ બેઠક પર લોકસભા ટિકિટ આપી હતી.

ભરૂચ બેઠક પર જીતનો ઈતિહાસ

ગત લોકસભાની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને 55.47 ટકા મતો સાથે 6.37 લાખ મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણને માત્ર 26.40 ટકા સાથે 3.03 લાખ મતો પડ્યા હતા. જે વર્ષ 2014ની લોકસભા ચૂંટણી કરતા કોંગ્રેસને 10.92 ટકા મતો ઓછા મળ્યા હતા. જ્યારે ત્રીજા ઉમેદવાર છોટુભાઈ વસાવા જેઓ બીટીપીમાંથી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. તેમને 12.53% મતો સાથે 1.44 લાખ મતો મળ્યા હતા એટલે કુલ 73.55% એટલે 11.50 લાખના થયેલ મતદાનમાં મનસુખ વસાવા (ભાજપના ઉમેદવાર) 3.34 લાખની લીડ સાથે બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. વર્ષ 2014ની ચૂંટણીમાં પણ મનસુખ વસાવાએ સારી ટક્કર આપી 1.58 લાખની લીડ મળી હતી. તો 2009માં કોંગ્રેસના સમયમાં પણ 27 હજારની લીડ સાથે આગળ રહ્યા હતા. વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે ચર્ચા કરવામાં આવે તો ભરૂચના વર્તમાન સાસંદને ગત ચૂંટણીમાં સૌથી વધુ મત ભરૂચ માંથી 1.13 લાખ જ્યારે સૌથી ઓછા ઝગડીયામાં 77 હજાર મતો મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને સૌથી વધુ જંબુસરમાં 57 હજાર જ્યારે સૌથી ઓછા ઝગડીયામાં 32 હજાર મતો મળ્યા હતા. ગત 4 ટર્મની ચૂંટણીમાં ભરૂચ લોકસભા બેઠક પર ત્રિકોણીય ચૂંટણી જંગ રહ્યો છે જેનાથી ભાજપ-કોંગ્રેસને ઓછી-વત્તા અસર રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button