સુરત

સુરત જિલ્લામાં દરેક તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ

સતત બીજા દિવસે પણ મેઘ મહેર યથાવત

સુરત જિલ્લામાં એક મહિનાના વિરામ બાદ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.  જેને લઇને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. તેમજ જિલ્લાના જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે.

હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. જેમાં ખાસ કરીને વડોદરા, છોટાઉદેપુર, ભરૂચમાં વરસાદની શક્યતા છે.

આ સાથે નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારે હવામાન વિભાગે કરેલી આ આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં સહિત સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજરોજ સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ, બારડોલી, મહુવા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેને લઇને વાતવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોએ બફારાથી રાહત થઈ હતી.

સુરત જિલ્લામાં છેલ્લા એક મહિનાના વિરામ બાદ સારો વરસાદ વરસતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા હતા અને ફરી ખેતીના કામમાં જોતરાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, હાલ વરસાદ વરસતા શેરડી, ડાંગર, શાકભાજી સહિતના પાકોને નવું જીવનદાન મળ્યું છે. સુરત જિલ્લાના જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button