માંડવીસુરત

સુરત જિલ્લાના માંડવી પોલીસ દ્વારા આયોજીત તિરંગાયાત્રામાં આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ જોડાયા

આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે માંડવીના રહીશ એવા નિવૃત સૈનિકોનું સાલ ઓઢાડી સન્માન કરાયું.
હાલમાં સરકારના આઝાદીના અમૃત મહોત્સવ સાથો સાથ “”મારી માટી મારો દેશ”” જેવા અભિયાન ઉજવણીના પ્રોગ્રામો ચાલી રહ્યા હોય ત્યારે તેને વધુ યાદગાર બનાવવા અને માતૃભૂમિને નમન કરવા અને દેશના સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા દેશભરમાં ‘”મારી માટી, મારો દેશ'” અભિયાન વેગવંતુ બન્યું છે.

14 મી ઓગસ્ટ, દેશભકિતના નારા સાથે માંડવી પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત કરેલ તિરંગા યાત્રામાં આખું માંડવી નગર ગુંજી ઉઠ્યું હતું. “”મારી માટી મારો દેશ”” જેવા ઉજવણી મહોત્સવમાં આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજી હળપતિ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ જોડાયા હતા.

આદિજાતિ રાજ્ય મંત્રીશ્રીના હસ્તે માંડવીના નિવૃત્ત સૈનિકો સર્વશ્રી (1).મહેન્દ્રભાઈ ચૌધરી (કલમકુવા), (2).નારસિંગભાઈ ચૌધરી (નરેણ), (3).એ.એસ.ચૌધરી(સાલૈયા), (4).દિનેશભાઇ ચૌધરી (તરસાડા ખુર્દ), (5).મહેશભાઈ ચૌધરી (ગવાછી) નું પુષ્પમાળા અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.આ તિરંગા યાત્રામાં ઠેરઠેર લોકોએ પુષ્પવર્ષા કરી તમામ ત્રિરંગા યાત્રીઓને આવકાર્યા હતા. ત્રિરંગા યાત્રીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ માનભેર તિરંગો લહેરાવી દેશભક્તિના નારા લગાવ્યા હતા. તિરંગાયાત્રા માંડવી પોલીસ સ્ટેશનથી માંડવી સુપડી વિસ્તાર, માંડવી મેઈન બજાર થઇ પોલીસ સ્ટેશને સમાપન થઇ હતી. આ અવસરે માંડવી પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી હેમંત પટેલ દ્વારા તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓને તિરંગાના વિશેનું મહત્વ અને તિરંગાના સન્માન માટે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતુ. આ તિરંગાયાત્રામાં માંડવી પ્રાંત અધિકારી શ્રી જનમભાઇ ઠાકોર, તાલુકા વિકાસ અધિકારીશ્રી ધર્મેશભાઇ મહાકાલ, મામલતદારશ્રી મનીષભાઇ પટેલ, માંડવી પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો અને માંડવી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વિગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button