માંગરોળ

ભાટકોલમાં રિક્ષાના ડેશબોર્ડ પરથી મોબાઈલની ચોરી

માંગરોળ તાલુકાના ભાટકોલ ગામે રાત્રિના રિક્ષામાં પેસેન્જરની રાહ જોતા રીક્ષા ચાલકનો ડેસ્કબોર્ડ પર મુકેલો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ચોર ચોરી કરી જતા આ અંગેની ફરિયાદ નોંધાવી છે.

માંડવી તાલુકાના કરંજ ગામે રહેતા અને રીક્ષાનું ડ્રાઇવિંગ કરી પેટીયુ રળી ખાતા સોહેલ યાકુબ હસ્લોટ પોતાની કબજાની રિક્ષા લઈ 17 ડિસેમ્બરના રોજ રાત્રિના સવા બાર વાગ્યાના અરસામાં ભટકોલ ગામના ત્રણ રસ્તા ઉપર ઉભા હતા ત્યારે કોઈ અજાણ્યો ચોરી સમ તેમની રીક્ષાના ડેશબોર્ડ પર મુકેલ 15,000ની કિંમતનો vivo કંપનીનો મોબાઇલ ચોરી કરી લઈ ગયો હતો.

Related Articles

Back to top button