મધ્યપ્રદેશરાજનીતિ

294 કરોડની સંપત્તિના માલિક બન્યાં મોહન યાદવ સરકારમાં મંત્રી, પગાર કે બીજી સુવિધા નહીં લેય

સીએમ મોહન યાદવની કેબિનેટમાં સામેલ થનાર પ્રદેશના સૌથી અમીર ધારાસભ્ય ચૈતન્ય પાસે 294 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

  • મધ્યપ્રદેશમાં 28 નેતાઓએ લીધા મંત્રી પદના શપથ
  • રતલામ સીટ પરના ધારાસભ્ય છે ચૈતન્ય કશ્યપ
  • ચૈતન્ય કશ્યપ પાસે 294 કરોડ રૂપિયાની સંપત્તિ 

મધ્યપ્રદેશમાં ગયા મહિને યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 230માંથી 163 બેઠકો પર જંગી જીત હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસ માત્ર 66 બેઠકો પોતાન નામે કરી શકી છે. ભાજપને જંગી જીત મળતા ભાજપે મોહન યાદવને મુખ્યમંત્રી અને રાજેન્દ્ર શુક્લા-જગદીશ દેવડાને ઉપમુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારે હવે મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવની નેતૃત્વવાળી સરકારની કેબિનેટનું વિસ્તરણ થયું છે. આ સિવાય કુલ 28 નેતાઓએ મંત્રી પદના શપથ લીધા છે. પ્રદ્યુમ્નસિંહ તોમર, પ્રહ્રાદસિંહ પટેલ, કૈલાશ વિજયવર્ગીત અને વિશ્વાસ સારંગ સહિત 18 નેતાઓએ કેબિનેત મંત્રી પદના શપલ લીધા છે.

ચૈતન્ય કશ્યપ રતલામ સીટ પરના ધારાસભ્ય છે

આ સિવાય 6 નેતાઓએ રાજ્યમંત્રી અને 4 નેતાઓએ રાજ્યમંત્રીના રૂપમાં શપથ લીધા છે. સીએમ મોહન યાદવની કેબિનેટમાં સામેલ થનાર પ્રદેશના સૌથી અમીર ધારાસભ્ય ચૈતન્ય પણ સામેલ છે. ચૈતન્ય કશ્યપ રતલામ સીટ પરના ધારાસભ્ય છે. તેની પાસે 294 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

ચૈતન્ય કશ્યપ પર 13 કરોડ રૂપિયાનો કર્જો છે

આ સિવાય તે ધારાસભ્યના રૂપમાં મળનાર સુવિધાઓ, વેતન અને ભથ્થાનો ત્યાગ કરી ચુક્યા છે. તેના છેલ્લા બે કાર્યકાળોમાં પણ તેને ધારાસભ્યના રૂપમાં કોઈ સુવિધા લીધી નથી. આ વખતે પણ રતલામથી ધારાસભ્ય ચુંટાયા બાદ તેને વેતન અને ભથ્થાનો ત્યાગ કરવાનું એલાન કરી દીધુ હતું. ચૈતન્ય કશ્યપ  વર્ષે 37 લાખ રૂપિયાની કમાણી કરે છે. જ્યારે તેમની પત્ની નીતા કશ્યપની આવક 2022-23માં 68 રૂપિયા જ બતાવવામાં આવી હતી. જો કે ચૈતન્ય કશ્યપ પર 13 કરોડ રૂપિયાનો કર્જો છે. જે ત્રણ વખત રતલામથી ધારાસભ્ય રહી ચુક્યા છે.

2013થી અત્યાર સુધી 3 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે

ચૈતન્ય કશ્યપ વર્ષ 2002થી 2013 સુધી ભાજપમાં ઘણા પદો પર રહીને જવાબદારી નિભાવી હતી. જેમાં એનજીઓ પ્રકોષ્ઠના રાષ્ટ્રીય સંયોજક અને પાર્ટી પ્રદેશના કોષાધ્યક્ષ પણ રહ્યા હતા. જે બાદ વર્ષ 2013માં તેને ઉજ્જૈનની રતલામ સીટથી ચૂંટણીમાં જંપલાવ્યું અને અત્યાર સુધી સતત ત્રીજી વખત તેને આ સીટ મેળવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button