માંડવી

ગાયપગલાં પાસે બેફામ ટ્રક ડ્રાઇવરે મૂંગા બકરાના ઝુંડને અડફેટે લેતાં 12થી વધુ બકારાના મોત

ઘલા પાટિયાથી ઘલા તરફ જતા ગાય પગલા રોડ પરના હિંદવા ડ્રીમ નજીકના પુલિયા પાસે ગત રોજ રેતી ભરેલી ટ્રકે બકરાના ઝુંડને અડફેટે લેતાં અંદાજિત એક ડઝનથી વધુ બકરાના સ્થળ પર મોત થયા હતા. રોડ પર ઠેર ઠેર ક્ષત વિક્ષત હાલતમાં મૃત બકરાના અવયવો બહાર આવી ગયા હતા. નજરે જોનાર હાજર વ્યક્તિના જણાવ્યા મુજબ આખાખોલના અંદાજિત ત્રણથી વધુ ગરીબ પરિવારના બકરાનું ટોળું સીમમાં ચરવા ગયું હતું. ત્યારે પુરપાટ ઝડપે રેતી ભરી આવી રહેલા ટ્રક ચાલકે બકરાને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી રેતી ભરેલી ટ્રક લઈ ચાલક ફરાર થવાની ફિરાકમાં હોય શ્રી જી પાઇપ ફેકટરી નજીકના ટર્ન પાસે રેતી ખાલી કરતા ટ્રકનો પીછો કરી ટ્રક ચાલકને ઝડપી પાડયો હતો, જ્યારે ટ્રકની અડફેટે આવેલા મૃત બકરાના અંદાજિત 2.10 લાખની રકમનો ચેક આપ્યાની વિગત પણ બિન સત્તાવાર જાણવા મળી હતી. બકરાના માલિકો દ્વારા સાંજ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

Related Articles

Back to top button