ભરૂચ

જુના નેત્રંગ વિસ્તારમાં સિંચાઈ યોજનાને લઈને કરેલ બ્લાસ્ટિંગ થી 25 થી વધુ પરિવારોને નુકસાન

સ્થાનિકોએ વિરોધ નૌધાવ્યો

કરજણ વાડી ઉધવહન સિંચાઇ યોજના અંતર્ગત ચાલતી કામગીરીમાં નેત્રંગ નગરમાંથી વહેતી અમરાવતી નદીમાં આડેધડ કોન્ટ્રાક્ટરો દ્વારા બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેને લઈને 25 થી વધુ આદિવાસી લોકોના ઘરના નળિયા- પતરાનો કચ્ચરઘાણ થઈ ગયો છે. સાથે સાથે પાકા મકાનોને દિવાલો ફાટી ગઈ છે. બ્લાસ્ટિંગ વખતે ઉડેલા પથ્થરો ઘરોના નળીયા અને પતરા તોડીને ઘરમાં પડતા વીજળીના ઉપકરણ જેવા કે ટીવી, ફ્રીજ, કુલર, બલ્બ વગેરેને ભારે નુકશાન થવા પામ્યું છે. જેને લઇને અસરગ્રસ્ત પરિવાર દ્વારા સરકારી તંત્ર પાસે વળતરને માંગ કરી છે. હવે જોવાનો આ રહ્યું કે આ પરિવારોને મદદ મળશે કે નહીં? અને અને કોન્ટ્રાક્ટર પર યોગ્ય કાર્યવાહી થશે કે નહીં? શું સરકારી તંત્ર મદદના વહારે આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button