સુરત

સુમુલ ડેરીની બારડોલી બેઠક માટે 5મી માર્ચના રોજ યોજાનાર ચૂંટણીનાં સંદર્ભમાં મતદાર યાદી સામે 35થી વધુ દુધ મંડળીઓ દ્વારા વાંધો રજૂ કરાયો

સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સુમુલ)ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણીમાં મતદાર યાદી મુદ્દે 35થી વધુ દૂધ મંડળીઓએ વાંધો રજૂ કરતા સહકારી રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. અગામી 5મી માર્ચના રોજ સુમુલ ડેરીની બારડોલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાવાની છે. વર્ષ 2022માં ખરવાસા મંડળીના અજિત પટેલ વાયરલ વીડિયોના વિવાદમાં સપડાતા તેમને રાજીનામુ આપવાની ફરજ પડી હતી. ત્યારથી આ બેઠક ખાલી પડી હતી.

12મી ફેબ્રુઆરીના રોજ મતદાર યાદી જાહેર થતા જ વિવાદ સર્જાયો હતો. કેટલીક મંડળીના પ્રતિનિધિઓના નામ મતદાર યાદીમાં ન હોવા સાથે 2022ની જ કામ ચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં હોવાના આરોપ સાથે બીજા દિવસે વાંધા અરજી રજૂ કરી હતી. જો કે હવે અન્ય મંડળીઓ પણ સામે આવી છે. મતદાર યાદીમા ભેદભાવ કરવામાં આવ્યો હોવાના આરોપ સાથે 56માંથી 35થી વધુ મંડળીઓએ વાંધો નોંધાવ્યો હતો. 2022ની જ મતદાર યાદી હોય તો ખરવાસા મોવાછી ગૃપ દૂધ અને શાકભાજી મંડળીના પ્રતિનિધિ તરીકે દિપકભાઈ અમથાભાઈ પટેલનું નામ કઈ રીતે આવી શકે. 2022માં અજિતભાઈ પટેલ પ્રતિનિધિ હતા. આમ આ સુમુલ ડેરી અને રાજકીય નેતાઓના મેળાપીપણામાં આ યાદી ભેદભાવયુક્ત રીતે પ્રસિદ્ધ કરવામાં આવી હોય અજિતભાઈ જગુભાઈ પટેલનું નામ સામેલ કરવાની માંગ કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button