ભરૂચ

નેત્રંગ થી અંકલેશ્વર સિલૂડી સુધીનો 38 કિલોમીટરના રસ્તા પર એક એક ફૂટ ઊંડા ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન

ભરૂચ જિલ્લામાં પડેલા પ્રથમ વરસાદે રસ્તાની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. ત્યારે નેત્રંગ થી અંકલેશ્વર જવાનો મુખ્ય માર્ગ વરસાદ પડતા જ નેત્રંગ થી અંકલેશ્વર સિલૂડી સુધીનો 38 કિલોમીટરના રસ્તા પર એક એક ફૂટ ઊંડા ખાડા પડી જતા વાહન ચાલકોને હેરાન થવાનો વારો આવ્યો છે. દર સો મીટરે 50 થી વધુ ખડા જોવા મળી રહ્યા છે.

વાહન ચાલકોને એક કલાકનો રસ્તો પસાર કરવા બે કલાક જેટલો સમય લાગી રહ્યો છે. વાહન ચાલકોએ 15 થી 20 ની ગતિ થી વધુ વાહન ચલાવી શકે નહીં તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ રસ્તા પર દિવસ દરમિયાન હજારો વાહન પસાર થાય છે. જેમાં મસમોટા માલધારી વાહનો જાય છે. પરંતુ રસ્તાનું પેચ વર્ક ની કામગીરીમાં વેઠ ઉતરવાના કારણે ચોમાસા દરમિયાન ખાડા પડી જાય છે. તેથી લોકોને વેઠવાનો વારો આવે છે. જોકે સરકાર દ્વારા નેત્રંગ થી અંકલેશ્વર રાજ્ય માર્ગના નવીનીકરણ માટે 67.5 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. પરંતુ ટેન્ડરીંગ પ્રક્રિયા ચૂંટણી પહેલા થી ચાલી આવી છે. પરંતુ રસ્તાની નવીનીકરણ કામગીરી ક્યારે ચાલુ થશે તે હજી નક્કી નથી. ત્યાં સુધી રસ્તા પર પડેલા ખાડા પુરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

કાલથી મેટલથી ખાડા પૂરવામાં આવશે

નવા રસ્તા માટેની ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે એજન્સી પાસે ડિપોઝિટ ભરાવીને પરવાનગી આપવામાં આવશે. ત્યારબાદ કામગીરી ચાલુ કરવામાં આવશે. ત્યાં સુધી હાલ પૂરતું નેત્રંગ થી અંકલેશ્વર રસ્તા પર પડેલા ખરડાને મેટલથી પુરવાની કામગીરી કાલથી ચાલુ કરવામાં આવશે. > અનિલ વસાવા, માર્ગ અને મકાન વિભાગ

વરસાદ પડતાં જ એક ફૂટ ઊંડા ખાડા પડ્યા

રસ્તાની હાલત ખુબજ ખરાબ થઈ ગઈ છે. નેત્રંગ થી અંકલેશ્વર જવા માટે બે કલાકથી વધુ સમય લાગી રહ્યો છે. ઉપરથી ખાડાના કારણે વાહન પણ જલ્દી મેન્ટનન્સ કરાવવું પડે તેવી હાલત થઈ ગઈ છે. વરસાદ પડતા જ એક ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે. પરંતુ તંત્ર રસ્તાની કામગીરી માં કોઈ ધ્યાન આપતું નથી જેના કારણે લોકોને વેઠવાનો વારો આવ્યો છે. > સુનિલ વસાવા, વાહન ચાલક

દર્દી દવાખાને પહોંચતાં પહેલાં જ મૃત્યુ પામે

​​​​​હું મારી મમ્મીને અંકલેશ્વર યસ હોસ્પિટલ લઈ જવા માટે નેત્રંગ થી નીકળ્યો હતો. અંકલેશ્વર પહોંચતા મને બે કલાક થી વધુ સમય લાગ્યો છે. તેમજ ઊંડા ખાડાના કારણે દર્દી દવાખાને પહોંચતા પહેલા જ મૃત્યુ પામે તેવી હાલત ઊભી થઈ છે. > અલ્પેશ શાહ, નેત્રંગ

Related Articles

Back to top button