સુરત

6 તાલુકાની પ્રા. શાળાઓના 400 વાહન સંચાલકોને સત્ર શરૂ ત્યારથી ભાડું નથી મળ્યું

કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ ન આવવાના કારણે ભવિષ્યમાં સંચાલકો વાહન બંધ કરે તો સુરત જિલ્લાના 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ શકે‎

સર્વશિક્ષા અભિયાન અંતર્ગત રાજયભરમાં પ્રાથમિક શાળાઓમાં વિધ્યાર્થીઓને શાળાએ લાવવા અને લઈ જવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મફત ટ્રાન્સપોટેશન સુવિધા આપવામાં આવે છે. સુરત જિલ્લાના 9 તાલુકાની 350 શાળાઓમાં આ સુવિધા આપવામાં આવે છે. પરંતુ 6 તાલુકાની શાળાઓના 400 જેટલા વાહન ચાલકોને જૂન માસમાં સત્ર શરૂ થયા ત્યારથી જ ટ્રાન્સપોટેશન સેવાનું ભાડું મળ્યું નથી. જેથી વાહન માલિકોની સ્થિતિ વિકટ થઈ ગઈ છે.

ત્રણ તાલુકા પલસાણા, ઉમરપાડા અને ઓલપાડ તાલુકાના ટ્રાન્સપોટેશનના વાહન માંલિકોને રાજ્ય સરકાર સંચાલિત ગ્રાન્ટ મંજૂર થઈ હોવાથી ભાડુંનું ચૂકવણું થઈ ગયું છે, જ્યારે કેન્દ્ર સંચાલિત ગ્રાન્ટ મળી ન હોવાનું જાણવા મળેલ છે. જેના કારણે ટ્રાન્સપોટેશન સેવાનું ભાડું ચૂકવવામાં આવ્યું નથી. વહેલી તકે ભાડું ચૂકવાય નહી, અને વાહન સંચાલકો પોતાના વાહન બંધ કરે, તો, 8000થી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ ખલેલ થઈ શકે.

બાળકોના અભ્યાસને ધ્યાનમાં રાખી વાહન સંચાલકોને જલ્દી ભાડુંનું ચુકવણું કરવામાં આવે, માટે સ્થાનિક નેતા સહિત શિક્ષણ વિભાગના જવાબદાર અધિકારીઓએ રસ લેવાની જરૂર હોવાનું પ્રાથમિક શાળાના શિક્ષકો પણ જણાવી રહ્યા છે. વધુમાં વાહન સંચાલકોના પરિવાર પર પણ આર્થિક સંકટ નહી આવે તે જોવાની જવાબદારી પણ સરકાર અને તેમના પ્રતિનિધિઓની છે.

બારડોલી,મહુવા ,માંડવી, માંગરોળ,કામરેજ અને ચોર્યાસીના વાહન સંચાલકોને જુનમાં સત્ર શરૂ થયું ત્યાર ભાડું ચુકવાયું નથી

સુરત જીલ્લાના 6 તાલુકામાં બારડોલી, મહુવા, માંડવી, માંગરોળ, કામરેજ અને ચોર્યાસીમાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટથી ટ્રાન્સપોટેશન માટે સુવિધા કરવામાં આવી છે. જેમાંથી વાહન સંચાલકોને ભાડું ચૂકવવાનું હોય છે. જે જૂનમાં શાળાનું સત્ર શરૂ થયા ત્યારથી હજુ સુધી વાહનનાં સંચાલકોને ભાડું ચૂકવવામાં આવ્યું નથી.

પ્રાથમિક શાળાઓમાં 1 કિમીથી વધુના અંતરેથી શાળાએ જતાં બાળકો સમમયર પહોંચવામાં સરળતા રહે એવા હેતુથી ટ્રાન્સપોટેશન સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં એક વિદ્યાર્થીના 450 રૂપિયા પ્રમાણે ચુકવણું કરવામાં આવે છે.

ટુંક સમયમાં ભાડાના નાણા જમા થઇ જશે
ટ્રાન્સપોટેશન માટેની કેન્દ્રની ગ્રાન્ટ હવે જૂના બેન્ક ખાતા બંધ કરીને, તમામ વાહન સંચાલકોને એક જ બેન્કના ખાતામાં જમા કરાશે. જેથી ગ્રાન્ટ હજી આવી નથી. જેને લઈ હજુ સુધી ભાડું ચૂકવાયું નથી. જોકે તમામ પ્રક્રિયા પૂર્ણતાના આરે છે ટૂક સમયમાં આ રૂપિયા જમા થઈ જશે. > મેહુલભાઈ, એકાઉન્ટ વિભાગ શિક્ષણ સમિતિ સુરત

લોનના હપ્તા અને ઘર ચલાવવું કઠીન બન્યું
ટ્રાન્સપોટેશનનું ભાડું ન મળવા બાબતે નામ ન આપવાની સરતે વાહન સંચાલકે આપવીતી જણાવતા કહ્યું કે વાહન લોન તેમજ હોમલોન અને પોતાના બાળકોની ટ્યુશન ફી ભરવામાં ઉધાર રૂપિયા લેવા પડે છે. અને રોજ વિધ્યાર્થીઓને શાળાએ લઇ જવા માટે 400 રુપિયાનું ઈંધણ વપરાય છે. જે અમારે રોકડા ચૂકવવા પડે છે. અત્યારે અમે આર્થિક સંકડામણ પણ અનુભવી રહ્યા છે. આશા છે કે વહેલું ભાડું મળી જાય.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button