કામરેજ 

ઉઘરાણી માટે માતા અને ભાઈને માર મરાયો

કામરેજના ધોરણ પારડી ખાતે રહેતા કાપડના વેપારીના ભાઈ પાસે લેવાની બાકી રકમની ઉઘરાણી બાબતે બોલાચાલી કરી વેપારીને માર મારતા વચ્ચે છોડાવવા પડેલી માતાને મૂઢ માર વાગતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ધોરણ પારડી માધવ દર્શન ખાતે રહેતા પ્રકાશ સોલંકી સુરતના વરાછા ખાતે કાપડના વ્યવસાય સાથે જોડાયેલા છે.ગત 12 મી સપ્ટેમ્બરે સુરત ઓફિસેથી તેમના રહેઠાણ પર પરત ફર્યા હતા. ત્યા સુરેશભાઈ ભીરભીડીયા તેમજ સરવણભાઈ નામના બે ઈસમો આવી પ્રકાશભાઈના મોટા ભાઈ મહેશભાઈ પાસેથી બાકી નીકળતી રકમ માટે ઉઘરાણી કરી હતી. પ્રકાશભાઈએ મહેશભાઈ પાસેની ઉઘરાણીની બાકીની રકમ મહેશભાઈ પાસેથી જ લેવાનું કહેતા મહેશભાઈ મળતા ના હોય તમારે જ બાકીની રકમ તમારે આપવી પડશે, બોલી ગાળો બોલી પ્રકાશભાઈને માર મારતા વચ્ચે પડેલા પ્રકાશભાઈના માતા ગીતાબેનને ધક્કો મારી નીચે પાડી દીધા હતા. મારામારી દરમ્યાન બુમાબૂમ કરતા આસપાસના રહીશો દોડી આવતા સુરેશભાઈ તેમજ સરવણભાઈ બંને પ્રકાશભાઈને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી ફરાર થઈ ગયા હતા.ઇજાગ્રસ્ત થયેલા પ્રકાશભાઇના માતા ગીતાબેનને ખોલવડની દિનબંધુ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.સમગ્ર ઘટના અંગે પ્રકાશભાઈ સોલંકીએ બંને વિરૂદ્ધ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button