માંડવી

માંડવી કીમ માર્ગ ખેડપુર ચોકડી પાસે ગરનાળાની કામગીરી ચાલુ હોવાથી લોકોને ભર ચોમાસે કાદવ-કિચડનો સામનો કરવો પડી રહ્યો છે!

માંડવી કીમ માર્ગ લાંબા ગાળાથી ખરાબ થઈ જતાં વાહન ચાલકો હેરાન થઈ જવા છતાં માર્ગ મકાન વિભાગ નિંદ્રાધીન રહ્યું હતું. સ્થાનિક નેતાઓ પણ રસ દાખવ્યો ન હતો. આખર સ્થાનિક રહીશોની અવારનવાર રજૂઆત આધારે સરકાર દ્વારા માર્ગને મંજૂરી મળતાંની સાથે રોડના નવીનીકરણનું કામગીરી ચાલુ કરી દેવામાં આવ્યું છે. પરંતુ માંડવી કીમ મુખ્ય માર્ગ ખેડપુર ચોકડી પાસે ગરનાળાની કામગીરી ચાલુ હોવાથી લોકોને પસાર થવા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું.

જે વરસાદ પડતાંની સાથે કાદવ કિચડનું પ્રમાણ વધી જતાં વાહન ચાલકો જીવ જોખમમાં મૂકી પસાર થવાનો વારો આવ્યો છે. લોકો વહેલી તકે કોઈ ઉપાય કરી લોકોને પડતી મુશ્કેલીનું કોઈ નિરાકરણ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે જેથી પસાર થતાં જ થોડી આંશિક રાહત મળી શકે રોડનું કામ જરૂરી જણાય છે. પરંતુ મુખ્ય માર્ગ હોય તો વધુ વરસાદના લીધે ધોવાણ થઈ વધુ કાદવ કીચડ પડવાની સંભાવના સેવાઈ રહી છે. જેથી યોગ્ય નિરાકરણ લાવીને લોકોના સવલત માટે કોઈ ઉપાય કરાય તેવી માગ છે.

Related Articles

Back to top button