ગુજરાતમહારાષ્ટ્ર

RBI ઓફિસ સહિત મુંબઈમાં 11 સ્થળે બ્લાસ્ટની ધમકી આપવા મામલે વડોદરામાંથી 3 યુવકોની ધરપકડ

મંગળવારે RBI ઓફિસને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. જેમાં મુંબઈ સ્થિત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, HDFC બેંક અને ICICI સહિતની ઘણી બેંકોને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 3 લોકોની ધરપકડ કરી છે. ત્રણેયની વડોદરામાંથી ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓને મુંબઈ લાવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલુ છે.

11 સ્થળોએ બ્લાસ્ટની ધમકી આપી હતી

ત્રણેય આરોપીઓ પર RBIને 11 સ્થળોએ વિસ્ફોટની ધમકી આપતો મેલ મોકલવાનો આરોપ છે. ધમકી પાછળનો હેતુ હાલમાં સ્પષ્ટ થયો નથી. ધરપકડ બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ત્રણેયની પૃષ્ઠભૂમિની તપાસ શરૂ કરી છે.પકડાયેલા 3 યુવકો 1 યુવક પાદરાનો છે, જ્યારે 2 યુવકો પાણીગેટમાંથી છે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંકને ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો. તેમાં 11 બોમ્બ વિસ્ફોટોની વાત કરવામાં આવી હતી. પાદરામાંથી 1, પાણીગેટમાંથી 2 યુવકોની અટકાયત

RBIના ગવર્નરને મોકલાયો હતો ઈમેઈલ

જો કે, આરબીઆઈની સેન્ટ્રલ ઓફિસ બિલ્ડિંગ અને અન્ય બે બેંકો સહિત આ સ્થળોએ કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘khilafat.india’ નામના ID પરથી મંગળવારે સવારે લગભગ 10.50 વાગ્યે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નરના ઈમેલ આઈડી પર ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં RBIની નવી સેન્ટ્રલ ઓફિસ બિલ્ડિંગના સરનામા, ચર્ચગેટમાં HDFC હાઉસ, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ICICI બેંક ટાવરમાં બપોરે 1.30 વાગ્યે બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી.

ઈમેઈલમાં શું માંગણી કરી હતી?

FIR મુજબ, ઈમેલ મોકલનાર વ્યક્તિએ વિસ્ફોટ થવાની ધમકી આપી હતી અને માંગ કરી હતી કે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને RBI ગવર્નર શક્તિકાંત દાસ તાત્કાલિક તેમના પદ પરથી રાજીનામું આપે અને ‘બેંકિંગ કૌભાંડ’ના ઘટસ્ફોટ અંગે વિગતવાર નિવેદન જારી કરે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button