સુરત

મતદાનના દિવસે કામદારોને સવેતન રજા આપવા પાલિકાનું જાહેરનામું, કામદારો પણ મતદાન કરી શકે

આગામી લોકસભાની ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થશે, તે દિવસે સુરત પાલિકાએ પાલિકા વિસ્તારના તમામ કામદારો માટે સવેતન રજાની જાહેરાત કરી છે. આ અંગે પાલિકાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. તેના આધારે જો કોઈ કામદારને આ દિવસે રજાના પૈસા માલિક કે સંસ્થા દ્વારા કાપવામાં આવશે તો તેમના વિરુદ્ધ ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ હેઠળ પગલાં ભરવામાં આવશે.

કામદાર વર્ગ મતદાન કરી શકે

લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જનજાગૃતિ અનેક કાર્યક્રમ જાહેર કરવામા આવ્યા છે. આ ઉપરાંત વધુમાં વધુ મતદાન થાય અને કામદાર વર્ગ મતદાન કરી શકે તે માટે સુરત પાલિકાએ એક જાહેરનામા થકી મતદાનના દિવસે એટલે કે 7 મેના રોજ મતદાન માટે રજા જાહેર કરી છે. આ ઉપરાંત આ રજા કારીગરોને સવેતન સાથે જાહેર કરવામા આવી છે.

સવેતન રજા જાહેર કરવાનો હુકમ

સુરત પાલિકાએ જાહેર કરેલા જાહેરનામામાં ઉલ્લેખ કરાયો છે કે, સુરત મહાનગરપાલિકાની હદમાં આવેલ ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન ઓફ સર્વિસ) એક્ટ-2019 હેઠળ તમામ દુકાનો અને વેપારી સંસ્થાઓને ગુજરાત લોકસભા સામાન્ય ચુંટણી-2024 સંદર્ભે મતવિભાગની ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં 7 મેના રોજ કામદારોને મતદાન કરવા માટે જવા માટે સવેતન રજા જાહેર કરવાનો હુકમ કરવામા આવ્યો છે. આ રજા લોક પ્રતિનિધિત્વ ધારા-1951ની કલમ-135 (બી) 1 મુજબ સવેતન રજા જાહેર કરવામાં આવી છે. આ દિવસે કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. જો કોઈ માલિક જોગવાઈ વિરુદ્ધનું વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર રહેશે.

Related Articles

Back to top button