સુરત

સુરત જિલ્લા કાનૂની સત્તા મંડળ-સુરત દ્વારા 9 માર્ચે રાષ્ટ્રીય લોકઅદાલત યોજાશે

સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષની અધ્યક્ષતામાં 9/03/2024ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.

વર્ષ 2024ની આ પહેલી લોક અદાલતમાં સુરત શહેર તથા તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસો, નાણાની વસુલાતના કેસો, મજુર તકરારના કેસો, ઈલેક્ટ્રિસિટી એન્ડ વોટર બીલ્સ (નોન કંપાઉન્ડેબલ કેસોને બાદ કરતા), લગ્ન વિષયક તકરારના (છુટાછુડા સિવાયના) કેસો, જમીન સંપાદન રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃતિના લાભોને લગતા કેસો, મહેસુલ કેસો સહિત અન્ય દિવાની કેસો (ભાડા તકરાર, સુખાધિકાર, મનાઈ હુકમનાં, વિશિષ્ટ પાલનના દાવા) વિગેરે કેસોનો નિકાલ કરવામાં આવશે.

વધુમાં, સીસીટીવી કંટ્રોલરૂમ, સુરત દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને મોટર વ્હિકલ એક્ટ મુજબ આપવામાં આવતા ઈ-ચલણના નાણાં ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી લોક અદાલતમાં ભરી શકશે તેમજ સંભવ ઈનિશીએટીવ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે મળી, રૂબરૂ તથા ટેલિફોનીક માધ્યમથી ઈ-ચલણ ભરવા માટે લોકોને શિક્ષીત કરવામાં આવશે. આ લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ-ચલણના નાણાની ચૂકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કાર્યવાહી થશે નહી, રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંન્ને પક્ષકારોના હિતમાં કેસનો ફેસલો થશે જેથી કોઈ પક્ષકાર પોતાના કેસો લોક અદાલતમાં મૂકવા માંગતા હોય તો તેઓ જે તે અદાલતમાં અથવા તો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા જે તે તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી પોતાના કેસો આગામી રાષ્ટ્રીય લોકઅદાલતમાં મૂકી શકશે એમ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ-સુરતના સચિવ સી.આર.મોદીએ જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button