રમતગમતવિશ્વ

માત્ર 9 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી: નેપાળના આ બલ્લેબાજે તો યુવરાજનો રેકોર્ડ તોડ્યો, અન્ય ખેલાડીએ 34 બોલમાં 100 રન કરી નાંખ્યા

નેપાળના સ્ટાર બેટ્સમેન દીપેન્દ્ર સિંહે એક એવું કારનામું કર્યું છે જેના વિશે દુનિયાના ભાગ્યે જ કોઈ બેટ્સમેને વિચાર્યું હશે. આ બેટ્સમેને મંગોલિયા સામેની T-20 ઈન્ટરનેશનલ મેચમાં માત્ર 9 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

  • નેપાળના સ્ટાર બેટ્સમેન દીપેન્દ્ર સિંહે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
  • નેપાળી બેટ્સમેને તોડ્યો યુવરાજ સિંહનો વર્લ્ડ રેકોર્ડ
  • માત્ર 9 બોલમાં ફિફ્ટી ફટકારી તમામ રેકોર્ડ તોડી નાખ્યા

નેપાળના સ્ટાર બેટ્સમેન દીપેન્દ્ર સિંહે એક એવું કારનામું કર્યું છે જેના વિશે દુનિયાના ભાગ્યે જ કોઈ બેટ્સમેને વિચાર્યું હશે. આ બેટ્સમેને મંગોલિયા સામેની T-20 ઈન્ટરનેશનલ મેચમાં માત્ર 9 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે ભારતના યુવરાજ સિંહના 12 બોલમાં ફટકારેલી અડધી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો. આટલું જ નહીં, આ જ મેચમાં તેના સાથી કુશલ મલ્લાએ માત્ર 34 બોલમાં સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે, જ્યારે ટીમે 20 ઓવરમાં 314 રન બનાવ્યા હતા. આ ત્રણેય વર્લ્ડ રેકોર્ડ છે.

કુશલ મલ્લાએ 50 બોલમાં 8 ચોગ્ગા અને 12 છગ્ગાની મદદથી અણનમ 137 રન બનાવ્યા 

મેચમાં ટોસ જીત્યા બાદ મોંગોલિયાએ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. માત્ર એક ટોસ હતો જે તેની તરફેણમાં ગયો હતો. આ પછી કુશલ ભુર્તાલે 23 બોલમાં 19 રન જ્યારે આસિફ શેખે 17 બોલમાં 16 રન બનાવ્યા હતા. આ પછી મેદાનમાં આવેલા તોફાને બધા જોતા જ રહી ગયા. કુશલ મલ્લાએ 50 બોલમાં 8 ચોગ્ગા અને 12 છગ્ગાની મદદથી અણનમ 137 રન બનાવ્યા હતા જ્યારે બીજા છેડે રોહિત પૌડેલે 27 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા.

યુવરાજ સિંહનો અડધી સદીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો 

દીપેન્દ્ર સિંહે છેલ્લું બાકી કામ પૂરું કર્યું. આ બેટ્સમેને માત્ર 1.2 ઓવર એટલે કે 8 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે માત્ર સિક્સરનો જ વ્યવહાર કર્યો. જો બોલ બાય બોલની વાત કરવામાં આવે તો તેણે 12 બોલમાં 6, 6, 6, 6, 6, 6, 2, 6, 6 રન બનાવીને યુવરાજ સિંહનો અડધી સદીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. યુવીએ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. ત્યારથી આ આંકડો અતુટ માનવામાં આવતો હતો. આ જ મેચમાં યુવરાજે સ્ટુઅર્ટ બ્રોડને એક જ ઓવરમાં સતત 6 છગ્ગા ફટકાર્યા હતા. દીપેન્દ્રએ તેની ઇનિંગમાં 10 બોલનો સામનો કર્યો, જ્યારે તેણે 8 સિક્સર ફટકારી અને અણનમ 52 રન બનાવ્યા. આ ત્રણ બેટ્સમેનોના દમ પર નેપાળે 3 વિકેટના નુકસાન પર 314 રન બનાવ્યા, જે આ ફોર્મેટમાં વર્લ્ડ રેકોર્ડ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button