ગુજરાતગુનોદક્ષિણ ગુજરાતભરૂચરાજ્ય

“દારૂબંધી” વચ્ચે નેત્રંગ પોલીસ બુટલેગરો ઉપર યમરાજ સ્વરૂપે ત્રાટકી

પોલીસે બે અલગ અલગ સ્થળોથી બે વાહનોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

નેત્રંગ પોલીસે થવા ચેકપોસ્ટ અને લાલ મંટોડી પાસેથી બે વૈભવી કારમાં ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ચાર લાખનો વિદેશી દારૂ મળી કુલ ૩૩ લાખના મુદ્દામાલ સાથે ૫ ઇસમોને ઝડપી પાડયા હતા. નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, દેડિયાપાડા તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરી કાર નંબર-MH-04-EH-5150માં ત્રણ જેટલા ઈસમો નેત્રંગ તરફ આવી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે થવા ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી.

તે દરમિયાન બાતમી વાળી કાર આવતા પોલીસે તેને અટકાવી કારની તપાસ કરી હતી. તપાસ કરતાં કારમાંથી વિદેશી દારૂની ૧૫૭૬ નંગ બોટલ મળી આવી હતી. જેની કિંમત પોલીસે ૧.૮૮ લાખનો દારૂ અને ૩ ફોન તેમજ ૨૫ લાખની કાર મળી કુલ ૨૬.૮૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

વૈભવી કારની તપાસ દરમિયાન અંકલેશ્વરના નવા ગામ કરારવેલ ગામના મંદિર ફળિયામાં રહેતો માનીશ ઉર્ફે કાલુ ઈશ્વર વસાવા, માસુમ ફિરોજ વસાવા અને આશિક સૌકત લાખાણીને ઝડપી પાડયો હતો. જયારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર કુખ્યાત બુટલેગર સતીશ ઉર્ફે ગંદો ચંદુ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અને નેત્રંગ પોલીસે દેડિયાપાડા-નેત્રંગ માર્ગ ઉપર લાલ મંટોડી પાસે પણ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન કાર નંબર- GJ-15-CH-8415 આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા ૨  ઈસમો તેમાંથી ઉતરી ભાગવા જતા પોલીસે બંને ઇસમોને ઝડપી પાડી કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૩૯૮ નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂપિયા ૨.૩૯ લાખનો દારૂ અને કાર મળી કુલ રૂપિયા ૧૦.૩૬  લાખનો દારૂ કબજે કર્યો હતો. જેમાં ઉદયપુરના મંગરા સેન્ટ્રલ જેલ પાસે રહેતો પીયુષ દિલીપ શીવલાલજી રાવ અને પરમજીતસિંઘ રાઠોડને ઝડપી પાડયો હતો જયારે અન્ય બેને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button