દેશરાજનીતિ

ઈન્ડિયા એલાયન્સ મીટિંગઃ મલ્લિકાર્જુન ખડગે વિપક્ષી ગઠબંધનના પ્રમુખ નિમાયા

ઇન્ડિયા ગઠબંધનની બેઠકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ઇન્ડિયા ગઠબંધનના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. નીતિશ કુમારને સંયોજક પદની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે પદ લેવાનો ઇનકાર કરી દીધો હતો. હવે મમતા બેનર્જી સાથે ચર્ચા કર્યા બાદ સંજોયકના પદ પર નિર્ણય લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં 10 પાર્ટીઓએ ભાગ લીધો હતો.

વિરોધ પક્ષોનું જોડાણ I.N.D.I.A. એ ગઠબંધનના અધ્યક્ષ તરીકે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ચૂંટ્યા છે. શનિવારે મહાગઠબંધનની વર્ચ્યુઅલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઈન્ડિયા બ્લોકની આ પાંચમી બેઠકમાં 10 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. સામેલ તમામ પક્ષો ખડગેને ઈન્ડિયા બ્લોકના વડા બનાવવા માટે સંમત થયા છે. જો કે તેની ઔપચારિક જાહેરાત ગઠબંધનના અન્ય નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ કરવામાં આવશે. શનિવારે યોજાયેલી વર્ચ્યુઅલ મીટિંગમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી કે તેમની પાર્ટી ટીએમસીના અન્ય કોઈ પ્રતિનિધિએ હાજરી આપી ન હતી. એ જ રીતે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે પણ હાજરી આપી ન હતી. બેઠક પહેલા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને મહાગઠબંધનનો સંયોજક બનાવવાનો નિર્ણય લેવામાં આવી શકે છે, પરંતુ એવું થયું નહીં. નીતિશે કહ્યું કે મને કોઈ પદમાં રસ નથી. સંયોજક કોંગ્રેસના જ હોવા જોઈએ.

બેઠકમાં બિહારના સીએમ અને જેડીયુના નેતા નીતિશ કુમારે સંયોજક પદને ફગાવી દીધું હતું. બિહાર સરકારના મંત્રી સંજય ઝાએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. મીટિંગમાં નીતિશ કુમારે કહ્યું કે તેમને કન્વીનર બનવાની કોઈ ઈચ્છા નથી પરંતુ તેઓ ઈચ્છે છે કે ગઠબંધન જમીન પર મજબૂત રહે અને વધતું રહે. વિપક્ષી ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠકમાં નીતિશ કુમારે સલાહ આપી કે કોંગ્રેસમાંથી કોઈએ આ જવાબદારી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે છેલ્લી બેઠકમાં પણ ટીએમસી ચીફ મમતા બેનર્જી અને સપા ચીફ અખિલેશ યાદવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની વાત કરી હતી.

નોંધનીય છે કે આજે INDIA એલાયન્સની વર્ચ્યુઅલ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકની તસવીરો પણ સામે આવી છે, જેમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને NCP સુપ્રીમો શરદ પવાર અને અન્ય નેતાઓ જોવા મળી રહ્યા છે. અહેવાલો અનુસાર આ બેઠકમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પણ હાજર હતા. જણાવી દઈએ કે બેઠકના એજન્ડા વિશે માહિતી આપતા કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button