રાજનીતિવિશ્વ

ન્યુઝીલેન્ડની સંસદમાં 21 વર્ષની સાંસદે ડાન્સ કરી ભાષણ આપ્યું, વીડિયો વાયરલ થયો

ન્યુઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની યુવા સાંસદ હાના રહીતી મિપ્પે-ક્લાર્ક હાલ ચર્ચામાં છે. કારણ કે તેણીએ સંસદમાં માઓરી સંસ્કૃતિનું નૃત્ય ‘હાકા’ રજૂ કરી પોતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જણાવી દઈએ કે હાકા એક યુદ્ધ ગીત છે જે પૂરી શક્તિ અને અભિવ્યક્તિઓ સાથે રજૂ કરવામાં આવે છે.

ન્યુઝીલેન્ડની 21 વર્ષની સાંસદ હાના રાવતી મેપી ક્લાર્ક દ્વારા માઓરી ભાષામાં આપવામાં આવેલ ભાષણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તે ન્યૂઝીલેન્ડની સૌથી નાની વયની સાંસદ છે. દેશના સૌથી વરિષ્ઠ સાંસદોમાંના એક નનૈયા મહુતાને હરાવીને તેણી ગયા વર્ષે ઓક્ટોબરમાં સંસદમાં ચૂંટાઇ હતી. 21 વર્ષીય મેપી ક્લાર્ક માઓરીના અધિકારો માટે સતત અવાજ ઉઠાવી રહી છે. માયપી ક્લાર્કે ગયા મહિને આપેલા ભાષણમાં તેમના મતદારોને વચન આપ્યું હતું. તેમજ તેણીએ કહ્યું હતું કે મારું જીવન દેશના તમામ લોકોને સમર્પિત છે. દરમિયાન તેણીએ આ ડાન્સનું પ્રદર્શન કર્યું હતું.

ડરામણા ચહેરાના હાવભાવ સાથે ભજવાયું નૃત્ય

તમામ તામરીકી માઓરીને સમર્પિત ભાષણ આપતી વખતે ક્લાર્કે આ પરંપરાગત ‘યુદ્ધ પોકાર’ કર્યો હતો. સંસદમાં મોટી સંખ્યામાં લોકોએ તેણીની પાછળ ગીતનું પુનરાવર્તન કર્યું હતું. જે લોકો હકાને સારી રીતે સમજી શકતા નથી તેઓ તેના ચહેરાના હાવભાવ પરથી સરળતાથી સમજી શકે છે કે તેણી તેના ભાષણ દ્વારા ગર્જના કરી રહી છે. વીડિયોમાં તેના ચહેરાના હાવભાવ ડરામણા છે. જણાવી દઇયે કે વિશ્વભરની સંસદોમાં આ પ્રકારનું પ્રથમ ભાષણ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button