બારડોલીસુરત

બારડોલી ખાતે નવનિર્મિત થયેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ અને પ્રમુખ સ્વામી મહારાજ ઇન્ડોર સ્ટેડિયમનું લોકાર્પણ કરાયું

સરદાર નગરી બારડોલી ખાતે નવનિર્મિત થયેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ અને પ્રમુખ સ્વામી મહારાજ ઇન્ડોર સ્ટેડિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બારડોલી નગરપાલિકા દ્વારા 2288.62 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સરદાર પટેલ સ્પોર્ટ સંકુલનું લોકાર્પણ કરવામાં આવતા રમતવીરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

કેન્દ્ર સરકારની 14મા અને 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી બારડોલી ખાતે સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલ અને પ્રમુખ સ્વામી મહારાજ ઇન્ડોર સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. બારડોલીના તલાવડી 16,204 ચો. મીટર ક્ષેત્રફળમાં નવનિર્મિત સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવામાં આવેલું છે. જે સ્ટેડિયમમાં પેવેલિયન સ્ટેન્ડ, ક્રિકેટ ગ્રાઉન્ડ 1,546 જેટલા પ્રેક્ષકો માટેની બેઠક વ્યવસ્થા, રમતના સ્કોર્સ દર્શાવવા માટે એલ.ઇ.ડી સ્ક્રીન બોર્ડ તેમજ કેન્ટીન સાથે પ્રમુખ સ્વામી મહારાજ ઇન્ડોર સ્ટેડિયમ પણ 2.20 કરોડના ખર્ચે નવનિર્મિત કરવામાં આવ્યું છે. જે ઇન્ડોર સ્ટેડિયમમાં બેડમિન્ટન કોર્ટ, એર હોકી, ફુસ ટેબલ, ચેસ અને કેરમની રમત સાથે મોટી પાર્કિંગની સુવિધા અને રિવર વ્યુથી સજ્જ થયેલા સ્ટેડિયમનું લોકાર્પણ કરવામાં આવતા નગરજનો અને રમતવીરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સ્ટેડિયમના લોકાર્પણ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉત્સાહભેર લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

સ્ટેડિયમના લોકાર્પણના અધ્યક્ષસ્થાને બારડોલીના સાંસદ પરભુ વસાવાની ખાસ ઉપસ્થિતિમાં સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ ફાલ્ગુની દેસાઈ, બારડોલી નગર ભાજપ પ્રમુખ રાકેશ ગાંધી, સહકારી નેતા જીગર નાયક સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button