તાપી

વ્યારા, સોનગઢ, ઉચ્છલમાં દારૂની હેરાફેરી કરતાં નવ લોકો 25 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

વ્યારા સહિત જિલ્લામાં હોળી- ધુળેટીનો તહેવારની શાંતિથી ઉજવણી થાય માટે એલસીબીએ દારૂની હેરાફેરી અટકાવવા 22 અને 25મી માર્ચ ત્રણ સુધી કડક કામગીરી હાથ ધરી હતી. નાંકાબંધી અનેે બાતમીના આધારે દિવસમાં ડ્રાઇવ દરમિયાન એલસીબીએ દારૂની બાટલી નંગ 7857 સાથે 9 આરોપી પકડી રૂ. 25.16.870નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બુટલેગરો સહિત દારૂની હેરાફેરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વ્યારા સહિત જિલ્લામાં 24 અને 25ના રોજ હોળી ધુળેટીના તહેવારની ઉજવણી દરમ્યાન દારૂની હેરાફેરી અટકાવવા તાપી જિલ્લા ખાતે પોલીસ વડા રાહુલ પટેલનાં માર્ગદર્શન હેઠળ આ ડ્રાઇવમાં તાપી એલ.સી.બીના પો.ઇન્સ. એન.જી.પાંચાણી, પો.સ.ઇ. જે.બી.આહિર એલ.સી.બી., એન.એસ.વસાવા પેરોલ ફર્લો સ્કોડ તાપી તેમજ સ્ટાફ જોડાયો હતો.એલસીબીએ વિવિધ ટીમો બનાવી સ્પેશિયલ પ્રોહિબીશન ડ્રાઈવનું આયોજન કર્યુ હતુ. જેમાં વ્યારાથી 22મીના રોજ બાટલી નંગ 1608 કુલ કિં.રૂ. 1.60.800, કાર નંગ 01 કિં.રૂ. 2 લાખ, મોબાઇલ નંગ-03, આશરે કિં.રૂ.10.500 મળી કુલ્લે રૂ. 3.71.300ના મુદ્દામાલ સાથે બે આરોપી પકડ્યા હતા. સોનગઢ તાલુકામાંથી 23/3/24 નાં રોજ બોટલ નંગ-1224 કુલ કિં.રૂ. 03.09.600 કાર નંગ-02 કિં.રૂ. 10 લાખ, મોબાઇલ નંગ-01 આશરે કિ.રૂ.5 હજાર મળી કુલ્લે કિં.રૂ. 13.64.600નાં મુદ્દામાલ સાથે બે આરોપી પકડાયા હતા. અન્ય એક બનાવમાં તા.25/3/24 નાં રોજ બાટલી નંગ- 705 કિં.રૂ.70.500 ટાટા ટેમ્પો નંગ-01 કિ.રૂ. 1 લાખ તરબૂચ આશરે 1000 કિલોગ્રામ જેની કિ.રૂ. 4 હજાર, મોબાઇલ નંગ-02 આશરે કિ.રૂ.5.500 મળી કુલ્લે રૂ.1.80 લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓ પકડ્યા હતા.

ઉચ્છલ તાલુકામાંથી તા. 24/3/24 નાં રોજ બોટલો/ટીન બીયર નંગ-2256 કુલ કિં.રૂ. 1.65.600 પીકપ બ્રેકડાઉન રૂ. 1 લાખ, મોબાઇલ નંગ-2, આશરે કિં. રૂ. 5.500 મળી કુલ્લે કિ.રૂ. 3.71.100 ના મુદ્દામાલ સાથે બે આરોપીઓ પકડ્યા હતા. જ્યારે અન્ય એક બનાવમાં તા.26/3/24 નાં રોજ બોટલો/ટીન બીયર નંગ 2.064 કુલ કિં. રૂ.2.44.800 બોલેરો પીકઅપ કિં.રૂ. 2 લાખ મોબાઇલ નંગ-1, આશરે કિં. રૂ. 5 હજાર મળી કુલ્લે રૂ.4.49.800 ના મુદ્દામાલ સાથે એક આરોપી પકડી પાડી ઉચ્છલ પોલીસ સ્ટ્રેશનમાં ગુનો દાખલ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button