ડાંગ

ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિર્મળાબેન એસ ગાઇનની વરણી

ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ ભોયેની વરણી થઈ

સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સહિતના સભ્યોની ચૂંટણીની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે ડાંગ જિલ્લા સેવા સદન-આહવા ખાતે કલેક્ટર મહેશભાઈ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી આર.એ.ડામોરની અધ્યક્ષતામાં તમામે તમામ 18 સભ્યોની ઉપસ્થિત વચ્ચે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

હરીફ ઉમેદવાર તરીકે બે ઉમેદવારી પત્રો ચૂંટણી તંત્ર પાસે રજૂ થયા હતા. (1) નિર્મળાબેન સુભાષભાઈ ગાઈન, અને (2) નીલમબેન દિલીપભાઈ ચૌધરી. જે પૈકી નિર્મળાબેન ગાઈનને 18 સદસ્યો પૈકી 17 મતો મળવા પામ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ઉમેદવાર ભરતભાઇ ભોયેની વરણી થવા પામી છે.

ડાંગ જિલ્લામાં કુલ ત્રણ તાલુકાઓ છે. ત્રણેય તાલુકાઓ પૈકી પ્રમુખ તરીકે વઘઈ તાલુકામાં ચંદરભાઈ એમ. ગાવીત જ્યારે ઉપપ્રમુખ તરીકે વનિતાબેન કે. ભાયે, સુબીર તાલુકા પ્રમુખ તરીકે રવિનાબેન એસ ગાવિત જ્યારે ઉપપ્રમુખ તરીકે રઘુનાથભાઈ સાવળે અને આહવા તાલુકા પ્રમુખ તરીકે સુરેશભાઈ એમ ચૌધરી તેમજ ઉપપ્રમુખ તરીકે કમલેશભાઈ એમ વાઘમારેની નિમણૂક થઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button