ગુજરાતરાજનીતિ

BJP માં બધુ બરાબર નથી? નાયબ મુખ્યપ્રધાન હવે APMC ના સભ્ય બન્યા

જિલ્લાની કડી APMC ખાતે મંગળવારે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે ચૂંટણી આયોજીત થઇ હતી. આ ચૂંટણીમાં 782 પૈકી 728 મતદારોએ મતદાન કર્યું હતું. જેના પરિણામે કડી APMC માં ભાજપ સમર્થિત ઉમેદવારની જીત થઇ હતી. કડી APMC ના ચૂંટણી પરિણામ બાદ નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું કે, ફોર્મ પરત ખેંચવાના સમયે કોઇને કંઇ કહેવાયું હોય તો ખોટું ન સમજવું જોઇએ. કડી માટે કામ કરુ છું, ભાજપ પક્ષ માટે કામ કરુ છું. હું ઉમેદવાર આજે પણ ન હતો અને પહેલા પણ નહોતો. ધારાસભ્યની ચૂંટણીમાં પક્ષે મને ટિકિટનો ઇન્કાર કર્યો તો મને જરા પણ ખોટું નહોતું લાગ્યું. કોઇ વ્યક્તિ મોટો નથી પરંતુ પક્ષ મોટો છે અને સંસ્થા મોટી છે.

વેપાર વિભાગની 4 તો ખરીદ વેચાણ વિભાગની 1 સીટ બિનહરીફ

વેપારી વિભાગમાં ચાર સીટો બિનહરીફ હતી તો ખરીદ વેચાણ વિભાગમાં એક સીટ બિનહરીફ થઇ
કડી એપીએમસીના ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે, ગઇકાલે 05.12.2023 ના રોજ કડી એપીએમસી ખાતે જે મતદાન થયું હતું તેની ગણતરી આજે થઇ હતી. જેમાં ખેડૂત વિભાગની કુલ 10 સીટો માટે 25 ઉમેદારોએ ઉમેદવારી નોંધાવી હતી. હાઇએસ્ટ વોટ મળ્યા તે ઉમેદવાર પટેલ ગીરીશભાઇ રતિલાલ, પટેલ શૈલેષ ચુનીલાલ, પટેલ જીતેન્દ્રકુમાર ચતુરભાઇ, ઠાકોર શૈલેષભાઇ જયંતીભાઇ, પટેલ જગદીશભાઇ કાન્તિલાલ, પટેલ પ્રહલાદભાઇ શંકરલાલ, પટેલ ગોવિંદભાઇ માવજીભાઇ, પટેલ સંદીપકુમાર ગણપતભાઇ, પટેલ ઘનશ્યામ અંબાલાલ, ખમાર હિમાંશુભાઇ બંસીભાઇ વિજેતા જાહેર થયા હતા. જ્યારે ખરીદ વેચાણ વિભાગમાં એક સીટ બિનહરીફ વિજેતા જાહેર થઇ હતી. આજે APMC કડીની ચૂંટણીની કામગીરી પુર્ણ જાહેર કરાઇ છે.

નીતિન પટેલ થયા બિનહરીફ

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કડી APMC માં ઝંપલાવ્યું હતું. નીતિન પટેલે ખરીદ વેચાણ મંડળીમાંથી ઉમેદવારી નોંધાવી છે. જો કે અહીં રસપ્રદ બાબત છે કે, 5 ડિસેમ્બરના રોજ મતદાન પહેલા ખરીદ વેચાણ મંડળીમાં એકમાત્ર નીતિન પટેલે જ ફોર્મ ભર્યું હોવાથી તેઓ બિનહરીફ જાહેર થયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button