બિહારરાજનીતિ

રાજનીતિના ‘પલટૂરામ’ નીતિશ કુમાર

9મી વાર બિહારના CM બન્યાં નીતિશ કુમાર, ભાજપ સાથે સરકાર બનાવી

બિહારમાં જેડીયુ સુપ્રીમો નીતિશ કુમારે નવમી વાર સીએમના શપથ લીધાં છે. નીતિશનો શપથગ્રહણ રાજભવનમાં આયોજિત થયો હતો.


  • નીતિશ કુમાર બિહારના નવમી વાર સીએમ બન્યાં
  • સવારે રાજીનામું, સાંજે શપથ
  • આરજેડી સાથે ગઠબંધન તોડીને ભાજપ સાથે બનાવી સરકાર 
  • કુલ 8 મંત્રીઓએ લીધા શપથ 

બિહારમાં નીતિશનની પલટીથી નવી સરકાર આવી ગઈ છે. આરજેડી સાથેનું ગઠબંધન તોડ્યા બાદ રાજીનામું આપીને આજે નીતિશ ભાજપના ટેકાથી સરકાર બનાવીને નવમી વાર બિહારના સીએમ પદના શપથ લીધા છે. પટણાના રાજભવનમા આયોજિત શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે નીતિશને સીએમ પદના શપથ લીધા હતા.

કોણે કોણે શપથ લીધા

  • નીતિશ કુમાર, મુખ્યમંત્રી
  • સમ્રાટ ચૌધરી (ભાજપ), વિજય સિંહા (ભાજપ) ઉપમુખ્યમંત્રી
  • ડો.પ્રેમ કુમાર (ભાજપ)
  • વિજેન્દ્ર પ્રસાદ (જેડીયુ)
  • શ્રવણ કુમાર (જેડીયુ)
  • વિજય કુમાર ચૌધરી (જેડીયુ)
  • સંતોષ કુમાર સુમન (જેડીયુ)
  • સુમિત સિંહ (અપક્ષ)

8 મંત્રીઓ સાથે નીતિશના શપથ

નીતિશ કુમારે 8 મંત્રીઓએ સાથે શપથ લીધા છે. ભાજપ ક્વોટામાંથી સમ્રાટ ચૌધરી અને વિજયસિંહા ડેપ્યુટી સીએમ

ભાજપે પણ નીતિશ સરકારમાં મોટો માલ માર્યો છે અને બે ડેપ્યુટી સીએમના હોદ્દા પડાવ્યાં છે. બિહાર ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાને નીતિશ સરકારમાં ડેપ્યુટી સીએમ બનાવાયા છે.

મહાગઠબંધનની સરકાર તૂટી 

નીતિશ કુમાર આરજેડી-કોંગ્રેસ સાથેનું ગઠબંધન તોડીને એનડીએમાં સામેલ થઈ ગયા છે.

ક્યારે ક્યારે નીતિશે પાટલી બદલી 

ઓગસ્ટ 2022માં નીતિશ કુમારે ભાજપ સાથે ગઠબંધન તોડીને આરજેડી સાથે મહાગઠબંધનનો ભાગ બન્યા હતા. 2020ની ચૂંટણીમાં તેઓ ભાજપ સાથે હતા. નીતીશ કુમાર પક્ષપલટો કરવા માટે જાણીતા છે, જેની શરૂઆત ઘણા વર્ષો પહેલા થઈ હતી. 1994માં તેમણે જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે સમતા પાર્ટી બનાવવા માટે તત્કાલીન જનતા દળ સાથે સંબંધ તોડી નાખ્યા હતા. 1996માં તેમણે ભાજપ સાથે હાથ મિલાવીને અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં મંત્રી બન્યા હતા. 2003માં નીતિશ કુમારે પોતાની સમતા પાર્ટીને જનતા દળમાં વિલય કરવાનો નિર્ણય કર્યો અને પાર્ટી જનતા દળ (યુનાઇટેડ) બની ગઈ. નરેન્દ્ર મોદી 2014 માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાના વિરોધમાં 2013માં નીતિશ કુમારે એનડીએ સાથેનું 17 વર્ષ જૂનું ગઠબંધન તોડી નાખ્યું હતું. 2015ની ચૂંટણી માટે નીતિશ કુમારે આરજેડી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું, જેને તેમણે 2017માં તોડીને એનડીએમાં વાપસી કરી હતી.

મરી જઈ પણ ભાજપમાં નહીં જઉ-નીતિશનો વીડિયો વાયરલ 

નીતિશ કુમારનો એક જુનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ કહે છે કે હું તેમની (ભાજપ) સાથે જવા કરતાં મરી જવાનું પસંદ કરીશ.” આ બધી વસ્તુઓ નકલી છે… તેઓએ તેજસ્વી અને તેના પિતા સામે મને તેમની તરફેણમાં લાવવા માટે કોઈ કારણ વિના કેસ દાખલ કર્યા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button