ગુનોતાપી

નિઝર, કુકરમુંડા સામાકાંઠાની રેતી ખનનની પરવાનગી રદ કરી, કાર્યવાહી કરવા કોંગ્રેસ દ્વારા રજૂઆત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના દર્શનકુમાર એ. નાયકએ મુખ્ય મંત્રી સહિત તાપી જીલ્લા માં ભૂસ્તર વિભાગમાં ફરિયાદ કરી હતી.

તાપી જીલ્લાનાં નિઝર અને કુકરમુંડા તાલુકાનાં જુદા જુદા ગામોમાં મંજૂર કરાયેલ સાદી રેતી ખનીજની ક્વોરીલીઝોમાં સામાકાંઠાની રેતી ખનની પરવાનગી રદ કરી અનઅધિકૃત રેતી ખનીજ કરવા બાબતે તપાસ કરી સરકારી તિજોરીને નુકશાન કરવા માટે જવાબદાર ઇસમો તથા અધિકારીઓ સામે કાર્યવાહી માટે મહામંત્રી ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના દર્શનકુમાર એ. નાયકએ મુખ્ય મંત્રી સહિત તાપી જીલ્લા માં ભૂસ્તર વિભાગમાં ફરિયાદ કરી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રીએ લેખિતમાં કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ નિઝર અને કુકરમુંડા તાલુકાનાં જુદા જુદા ગામોમાં મંજૂર સાદી રેતી ખનીજની ક્વોરીલીઝોમાં અમુક ખાસ રેતી લીઝ મંજૂર થયેલ. જે મજૂરી 01/06/2023 પત્ર ક્રમાંક નં.જીટી/ક્યુંએલ/સા.ર રેતી/ સામેકાંઠે/ 1045 થી આપવામાં આવેલ હતી તે લીસ્ટ સામેલ છે પરંતુ જે તે સમયનાં ભૂસ્તરશાસ્ત્રી એ તમામ જગ્યા લીઝ માં રેતી પરિવહન કરવા રસ્તો ન હોવાનું કારણ દર્શાવી “સામા કાંઠા” ના ગામોમાં રેતી લીઝની પરવાનગી મંજુર કરાવી સરકારી પડતર જગ્યામાં બિનધિકૃત રીતે રેતી ખનન કરવા પરવાનગી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો.

જે તે સમયે જ્યારે આ પરવાનગી આપી ત્યારે જો પરવાનગી આપવામાં આવેલ જગ્યા માટે જો પરિવહન રસ્તો જ ન હતો. તો આ સામા કાંઠાની પરવાનગી જયારે આપવામાં આવી તે પહેલા રેતી લીઝ માં વાર્ષિક ( J ) ફોમ ચેક કરવામાં આવે તો માલુમ પડશે કે તમામ લીઝમાં પરિવહન કરવા રસ્તો જ ન હતો. તો આ રસ્તા વગર આ રોયલ્ટીનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કર્યો હશે? તો તમામ રોયલ્ટી કુકરમુંડા, નિઝર નજીક મહારાષ્ટ્રમાં અથવા અન્ય સ્થળે ગેરકાયદે રોયલ્ટીનો ઉપયોગ કર્યો હશે ? તમામ માહિતી તાપી જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીને માહિતી હોવા છતાં પગલા લેવામાં આવ્યા ન હતા.

આ તમામ રેતી લીઝ કે જેને “સામા કાંઠા” ની જગ્યામાં પરવાનગી આપી છે એ તમામ રેતી લીઝની પરવાનગીમાં કલેકટર,તાપી જીલ્લાનાં 01/06/2023 પત્રક્રમાંક નં.જીટી/ક્યુંએલ/સા.રેતી / સામેકાંઠે/ 1045 માં જણાવ્યા મુજબ જુદા જુદા અરજદારો દ્વારા અવારનવાર ફરિયાદો અને રજુઆતો મુખ્યમંત્રી તથા અન્યોને સંબોધીને કરવામાં આવી હતી તેમજ રાજકીય આગેવાનો તથા સ્થાનિક નાગરિકો દ્વારા . કલેકટર તાપીને રજૂઆત કરી જણાવેલ કે પટ્ટેદારઓને મંજૂર કવોરીલીઝોના વિસ્તાર સિવાયના સામાકાંઠાએ સાદી રેતી ખનીજનું ખનન કરે છે.

આ રજૂઆત અન્વયે 20/4/2023 ના રોજ રૂબરૂ સુનાવણી હતી સુનાવણી માં લીઝ પેટેદારો દ્વારા લેખિત રજૂઆત કરેલ હતી. જેમાં સામાકાંઠાની પરવાનગી ચાલુ રાખવાની રજૂઆત હતી જે રજૂઆત કલેકટરે આવી પરવાનગી રદ કરવા જણાવેલ હતું તથા દિન 15 માં મંજૂર રેતીલીઝના પોતાના મંજૂર વિસ્તારમાં પ્લેટફોમ બનાવી ખનન કરવા જણાવેલ હતું તથા તપાસ દરમ્યાન જો કોઈ ગેરરીતિ જોવા મળશે તો નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું જણાવેલ હતું.

પરંતુ આ પત્રમાં કરવામાં આદેશ ફક્ત કાગળ પર રહી ગયો હોય એવું લાગી રહું છે.કેમ કે હાલમાં પણ નિઝર, કુકરમુંડા તાલુકાનાં જુદા જુદા ગામોમાં સામાકાંઠામાં મંજૂરી વગર જ રેતી ખનન કરવામાં આવી રહ્યું છે તથા નદીના પટ્ટને નુકસાન કરી ખનન કરી રહ્યા છે. તત્કાળ તપાસ કરવી જે ઇસમો દ્વારા અનઅધિકૃત રેતી ખનન કરી સરકારી તિજોરીને નુકસાન કરવામાં આવી રહ્યું હોય તેમની સામે દાખલો બેસે એ વી કાર્યવાહી કરવામાં આવે તથા જવાબદારી નિભાવવામાં બેદરકારી દાખવનાર તંત્રના અધિકારીઓની પણ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button