વિશ્વ

કોવિડ વેક્સિન બનાવનારા વૈજ્ઞાનિકોને મળ્યો મેડિસિનનો નોબલ પુરસ્કાર

  • કોરોનાને અટકાવવા mRNA વૈક્સીન બનાવનાર વૈજ્ઞાનિકો કૈટેલિક કૈરિકો અને ડ્રુ વેઇસમેનને મળ્યો પુરસ્કાર

  • આ વેક્સિન બનાવ્યા બાદ શરીરમાં થતા ઈમ્યૂન સિસ્ટમની અસર અને રિએક્શન બંનેને વૈજ્ઞાનિકો સમજી શક્યા

વિશ્વભરમાં વર્ષ 2019-2020થી ફેલાયેલા કોવિડ વાયરસે વિવિધ દેશોની અર્થવ્યવસ્થાની સાથે સાથે લોકોની પણ સ્થિતિ કફોડી કરી હતી. આ વાયરસને વિશ્વભરની અર્થવ્યવસ્થાને પાંગરુ કરી દીધું હતું. આ વાયરસના કારણે આખું વિશ્વ થંભી ગયું હતું. એટલું જ નહીં કરોડો લોકોના મોત પણ આ વાયરસના કારણે થયા હતા. વૈજ્ઞાનિકોએ પણ આ વાયરસની દવા શોધવા તમામ પ્રયાસો કરતા રહ્યા હતા, ત્યારે Covid-19 મહામારીને ફેલાતી રોકવા mRNA વૈક્સીન બનાવનાર વૈજ્ઞાનિકો કૈટેલિક કૈરિકો અને ડ્રુ વેઇસમેનને મેડિસિનનું નોબેલ પુરસ્કાર મળ્યું છે. બંને વૈજ્ઞાનિકોએ વૈક્સિન દ્વારા વિશ્વભરના વૈજ્ઞાનિકોને વિચારસરણી બદલી નાખી. શરીરમાં થતા ઈમ્યૂન સિસ્ટમની અસર એટલે કે એક્શન અને રિએક્શન બંનેને વૈજ્ઞાનિકો સમજી શક્યા હતા.

mRNA વેક્સીનનો ફોર્મ્યૂલા વિકસાવ્યા બાદ વેક્સીન પણ બનાવાઈ

જયારે કોરોના વિશ્વભરમાં ફેલાયો તે સૌકોઈ મુશ્કેલીમાં મુકાયા હતા, તેની કોઈ સારવાર પણ ન હતી. વૈજ્ઞાનિકો દવાઓ શોધી રહ્યા હતા. તમામ દેશોની અર્થવ્યવસ્થા ભાંગી પડી હતી. કરોડો લોકોના જીવ ગયા. આવી સ્થિતિમાં કોરોનાથી બચવા આવી વેક્સિન વિકસીત કરવાનું તમામ વૈજ્ઞાનિકો પર દબાણ હતું. કોરોના વાયરસ શરીરમાં કેવી રીતે ફેલાઈ રહ્યો છે, તે શરીરના કયા ભાગમાં વધુ અસર કરી રહ્યો છે. આ બધી બાબતો સમજ્યા બાદ બંને વૈજ્ઞાનિકોએ mRNA વેક્સીનનો ફોર્મ્યૂલા વિકસાવ્યો. ત્યારબાદ વેક્સીન પણ બનાવાઈ. વાસ્તવમાં આપણી કોશિકાઓના DNAને મેસેંજર RNA એટલે કે mRNAના રૂપમાં બદલવામાં આવ્યું, જેને ઈન વિટ્રો ટ્રાન્સક્રિપ્શન પણ કહેવામાં આવે છે. કૈટેલિક આ પ્રોસેસને 90ના દાયકાથી વિકસીત કરી રહી હતી. આ દરમિયાન ડ્રુ વેઇસમેન કેટેલિકના નવા સાથી બન્યા. જેઓ શ્રેષ્ઠ ઈમ્યૂનોલોજિસ્ટ છે. ત્યારબાદ બંનેએ મળીને ડેંડ્રિટિક સેલ્સની તપાસ કરી. કોવિડ દર્દીઓની ઈમ્યૂનિટી તપાસી. ત્યારબાદ વેક્સીનથી ઉત્પન થતા ઈમ્યૂન રેસપોન્સને વધાર્યું. તેમણે mRNA પ્રોસેસથી વેક્સીન બનાવી, જેનાથી લોકોને કોરોનામાંથી રાહત મળી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button