દક્ષિણ ગુજરાતબારડોલીરાજ્યસુરત

નોગામા પાસે આખું વાહન સમાઇ જાય એટલો મોટો ભૂવો પડ્યો

બારડોલી તાલુકાના નોગામાં ગામના પાંચ છાપરી ફળિયામાથી પસાર થતાં અને પૂણી માર્ગને જોડતા રસ્તા પર અડધો રોડ બંધ થઈ જાય એટલો મોટો ભૂવો પડતાં લોકોને હાલાકી થઈ રહી છે. જીલ્લામાં વરસેલા અવિરત વરસાદને લીધે ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થઈ રહ્યું છે. હાઇવેથી લઈ આંતરિક રસ્તાઓ જર્જરિત થયા છે. ત્યારે બારડોલી તાલુકાના નોગામા ગામે પણ આંતરિક રસ્તો ધોવાઈ જતાં વાહન ચાલકો ઉપરાંત ખેતરે જતાં મજૂરો સહિત અનેક લોકો માટે મોટી મુસીબત ઊભી થઈ છે.

અત્યંત ઉપયોગ આ માર્ગ પરથી ખેડૂતોના ટ્રેક્ટર સહિતના ભારે વાહનો પણ પસાર થાય છે. પરંતુ ભારે વરસાદને કારણે રોડ પર મોટો ભૂવો પડી જતા અડધો રોડ બંધ થઇ ગયો છે. જેને લઇ આ માર્ગ પરથી મોટા વાહન પસાર થવા મુશ્કેલ બન્યા છે. ઉપરાંત વાહન ચાલકો માટે આ રોડ જોખમી બની ગયો છે. તાલુકા બાંધકામ વિભાગ વહેલી તકે આ માર્ગની મરામત કરાવી લોકોની હાલાકી દૂર કરે એવી માગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button