માંડવી

માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખ માટે ઉમેદવારી નોંધાવી

તાલુકા પંચાયતની 24 બેઠકો પૈકી 15 ભાજપ તથા 9 કોંગ્રેસના સભ્યો

પંચાયતના પાંચ વર્ષની મુદ્દતમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં બાકીના અઢી વર્ષ માટેના પદાધિકારીઓ માટેની ચાલેલી કવાયત બાદ આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ભાજપના પ્રબળ અને કોંગ્રેસના બે ઉમેદવારોએ દાવેદારી કરી હતી.

માંડવી તાલુકાના પંચાયતની 24 બેઠકો પૈકી 15 બેઠકો પર ભાજપનો કબજો રહ્યો છે. જ્યારે કોંગ્રેસ પાસે માત્ર 9 બેઠકો છે. સ્પષ્ટ બહુમતી ધરાવતાં ભાજપ પક્ષમાંથી દિલીપભાઈ ચૌધરી (રેગામા)એ પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઉપપ્રમુખ માટે ગીતાબેહન પટેલ (અમલસાડી ) ઉમેદવારી નોંધાવી છે. યોજના સહ તાલુકા વિકાસ અધિકારીને ઉમદેવારી ફોર્મ સુપ્રત કરતી વેળા ઉમદેવારો સાથે જિલ્લાના ભાજપ મંત્રી ડૉ. આશીષભાઈ ઉપપાધ્યાય તાલુકા સંગઠન પ્રમુખ દિનેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં. જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી શંકરભાઈ ઠાકોરભાઈ ચૌધરી (સાલૈયા બેઠક) એ પ્રમુખ પદ માટે તથા સ્વપ્નીલકુમાર પટેલે (નોગામા બેઠક) ઉપપ્રમુખ માટે ઉમેદવારી નોંધાવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button