માંડવી

કીમ-માંડવી રાજ્ય ધોરી માર્ગના નવીનીકરણ માટેની પ્રક્રિયા શરૂ

નડતરરૂપ 12 ગામના દુકાનદારોને નોટિસ અપાઈ

  • કીમથી તડકેશ્વર ફોર લેન તથા તડકેશ્વરથી માંડવી માર્ગના મજબૂત કરણની કામગીરી થશે


કીમ-માંડવી સ્ટેટ હાઈવે 65ના નવીનીકરણ માટેની બૂમરાણ મચી હતી. ત્યારબાદ માર્ગના નવીનીકરણ તથા મજબૂતીકરણ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ માર્ગ પર રસ્તાની બંને બાજુમાં બિનઅધિકૃત રીતે લારી ગલ્લા, કાચી દુકાનો, કમ્પાઉન્ડવોલ વગેરે કરવામાં આવેલ હોય જે હટાવવા માટે કીમ-માંડવી રોડના 38 કિમી અંતરમાં આવતાં 12 જેટલા ગામોના દબાણકારોને મૌખિક ઉપરાંત લેખિત નોટિસ આપી દબાણો હટાવવાની તાકીદ કરવામાં આવી હતી. જર્જરિત માર્ગથી મુક્તિની લોકોને આશા માંડવી-કીમ માર્ગ વર્ષોથી અત્યંત જર્જરિત હાલતમાં ફેરવાય ગયો હતો. ટોલટેક્સ ઉઘરાણા પછી પણ આ જર્જરિત માર્ગની કોઈ મજબૂત મરામત કરવામાં આવતી ન હતી. ત્યારે અન્ય જિલ્લા અને અન્ય રાજ્ય સાથે જોડાયેલા મહત્વના માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો ઉપરાંત સ્થાનિક લોકો પણ ત્રાહિમામ પોકારી રહ્યાં હતા. ત્યારે માંડવી-કીમ રોડના ટૂંક સમયમાં નવીનીકરણની વાતોથી સુવિધા સભર માર્ગની સુવિધાની આશા લોકો રાખી રહ્યાં છે.

25 સપ્ટેમ્બર છેલ્લી તારીખ હતી કીમ-માંડવી રોડના નવીનીકરણમાં નડતરરૂપ 12 ગામોમાં રસ્તાની બંને બાજુ દબાણ કરનારાને નોટિસ આપી છે. 25 સપ્ટેમ્બર છેલ્લી તારીખ હતી. કીમથી તડકેશ્વર 12 કિમી ફોર લેન તથા તડકેશ્વરથી માંડવી સુધીનો 26 કિમી હયાત માર્ગના મજબૂતી કરણની કામગીરી કરાશે. પિયુષભાઈ, ના. કાર્યપાલક ઈજનેર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button