તાપી

વાલોડ અનમોલ પાર્કમાં ગેરકાયદે બાંધકામ રોકવા નોટીસ અપાઈ

ગ્રામ પંચાયતની કાર્યવાહીને લઇ બાંધાકામ કરનારામાં ફફડાટ

વાલોડ ખાતે અનમોલ પાર્કમાં રહેણાંકના હેતુસર કરેલ બિનખેતીની જમીન ઉપર કોમર્શિયલ બાંધકામ થતું હોવાની રહીશોની ફરિયાદના આધારે વાલોડ ગ્રામ પંચાયતે કોમર્શિયલ બાંધકામ અટકાવવા માટે અનમોલ પાર્કનાં બિલ્ડરને નોટિસ અપાઇ છે.

વાલોડ ગ્રામ પંચાયતે અનમોલ પાર્કના રહીશોની અરજીના અનુસંધાને વાલોડ ગ્રામ પંચાયત દ્વારા અનમોલ પાર્કના બિલ્ડરને એક નોટિસ આપવામાં આવી છે,જેમાં જણાવવામાં આવ્યું છે કે મોજે વાલોડનાં બ્લોક નંબર 930/888 પૈકી જમીનમાં દીપક નારણભાઈ ઢીમર વગેરેના નામે ચાલી આવેલ છે, આ જમીન ખેતીમાંથી બિન ખેતી કરાવેલ તે મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તાપીના હું.નં. જી.પં.467 થી 474 / એન.એ. / રજી. નં. 92 / 74 વશી 74 / 81 જિલ્લા પંચાયત કચેરી મહેસુલ શાખા તાપી વ્યારા તા. 13/01/2015 થી જમીન બિનખેતીના રહેણાંકના હેતુસર માટે પરવાનગી આપવામાં આવેલ હતી, ગુજરાત પંચાયત દ્વારા 1993 ની કલમ 104 મુજબ ગ્રામ પંચાયતના વિસ્તારમાં કોઈપણ પ્રકારનું બાંધકામ કરવા પહેલા ગ્રામ પંચાયતની અગાઉથી પરવાનગી મેળવવાની હોય છે, જેમાં બિલ્ડરે કોઈ પણ પ્રકારની ગ્રામ પંચાયતની પરમિશન મેળવ્યા સિવાય રહેણાંકના હેતુસર થયેલ બિનખેતીની જમીનમાં કોમર્શિયલ બાંધકામ ચાલુ કરેલ છે, જે બાબતે અનમોલ પાર્ક સોસાયટીના રહેવાસીઓ દ્વારા અરજી આવેલ હોય અને ગ્રામ પંચાયતની સત્ત્તા ની રૂએ ગુજરાત પંચાયત ધારાની કલમ 270 મુજબ નોટિસ આપવામાં આવી છે, જેથી નોટિસ મળીએ તાત્કાલિક કરેલ બાંધકામ દૂર કરવા અને ચાલુ કરેલ બાંધકામ બંધ કરવા જણાવવામાં આવ્યું હતું. આમ કરવામાં બિલ્ડર ચુક કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે, જે અંગેની લેખિતમાં નોટિસ ગ્રામ પંચાયત દ્વારા બિલ્ડરને પાઠવવામાં આવી છે,ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક પગલાં લઈ રહેણાંક હેતુસર કરવામાં આવેલ બિનખેતીની જમીન પર કોમર્શિયલ હેતુ માટે થઈ રહેલ બાંધકામ કરનાર બિલ્ડરોમાં ફફડાટ ફેલાયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button