તાપી

તાપી જિલ્લામાં NH -56ને ફોર લાઈન કરવાની કામગીરીના જાહેરનામાં સામે અસરગ્રસ્ત ખેડૂતોએ વાંધો ઉઠવ્યો

જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી

નેશનલ હાઇવે નંબર-56ને ફોર લાઈન કરવાની કામગીરી અંતર્ગત જાહેર થયેલા જાહેરનામાં સામે અસરગ્રસ્ત ખેડૂતોએ જાહેરનામાં સામે વાંધા અરજી જિલ્લા કલેક્ટરને રજૂ કરી સુરત, નવસારી સહિતના જિલ્લામાં તંત્ર દ્વારા સંપાદિત જમીન જે વળતર ચૂકવણી કરેલ છે તે મુજબનું તાપી જિલ્લાના સંપાદિત થનાર જમીનના અસગ્રસ્ત ખેડૂતોને ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરી અને હાલ મુજબનાં જંત્રીના ભાવનો વિરોધ કર્યો છે.

છેલ્લા કેટલાક સમયથી તાપી જિલ્લામાં નેશનલ હાઇવે નંબર-56નાં વિસ્તૃતિકરણમાં જમીન સંપાદનથી અસરગ્રસ્ત સ્થાનીક આદિવાસી ખેડૂતો અને તંત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સ્થાનિક અસરગ્રસ્ત ખેડૂતોએ નેશનલ હાઇવે ઓથોરિટી વિભાગ દ્વારા જાહેર કરેલ જાહેરનામાં સામે વાંધા અરજી આપી જાહેરનામાંનો વિરોધ કર્યો હતો અને જિલ્લા કલેક્ટરને વાંધા અરજી આપી માંગ કરી હતી. સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં તંત્ર દ્વારા જમીન સંપાદન થયેલા અસરગ્રસ્તોને જે યોગ્ય વળતરની ચૂકવણી કરેલ છે તે મુજબનું વળતર તાપી જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ કરી હતી. હાલ મુજબનાં જંત્રીના ભાવ વિરોધ કર્યો હતો. જો અન્ય જિલ્લામાં આપેલ જમીન સંપાદન આપેલ વળતર મુજબનું વળતર ના મળે તો આવનાર દિવસોમાં વિરોધ નોંધાવશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.

નેશનલ હાઇવે નંબર-56 દાહોદ , બોડેલી , નેત્રંગ , વાંસદા , વાપી સુધી ના રોડ ને ચાર માર્ગીય કરવાના કામે તાપી જિલ્લામાંથી પસાર થતા રોડમાં 3D જાહેરનામા ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા સામે વાંધા અરજી રજૂ કરી તાપી જિલ્લા કલેક્ટરને ખેડૂત ખાતેદારોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તાપી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે 56માં ખેડૂતોની જમીન સંપાદન કરવાની હોવાથી વ્યાજબી વળતર મળે એ માટે કલેક્ટરને આવેદનપત્ર આપી વાંધા અરજી રજૂ કરી હતી. જેમાં જુદા જુદા ગામોના અંદાજિત 15થી 20 જેટલા ખેડૂત ખાતેદારો સેવાસદન ખાતે પહોંચ્યા હતા અને યોગ્ય વળતરની માંગ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button