ડાંગ

ડાંગના 3 ગામે અધિકારીઓ ગેરહાજર, ગ્રામસભા બરખાસ્ત

આહવા તાલુકાના બીલમાળ, કામદ અને વકાર્યા ગામે ગ્રામસભામાં મોટાભાગના અધિકારીઓ જ ગેરહાજર રહેતા ગ્રામજનોના વિરોધ વચ્ચે ગ્રામસભા બરખાસ્ત કરાતા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે.

આહવા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ બીલમાળ, કામદ અને વાકર્યા ગામે પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સની ખાસ ચર્ચા માટે ગ્રામસભાનું આયોજન કરાયું હતું. જેમાં શિક્ષણ, ફોરેસ્ટ, પશુપાલન, સિંચાઈ, પાણીપુરવઠા સહિત તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યો ગેરહાજર રહી માત્ર તાલુકા પંચાયતના એક કર્મચારી અને તલાટી કમ મંત્રી જ હાજર હોય ત્રણે ગામોની પાયાની સુવિધાનો પ્રશ્ન વર્ષોથી વણઉકેલ્યો હોય ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તેમજ ગ્રામસભામાં પૂરતા અધિકારીઓની હાજરી હોય તો જ ગ્રામસભા યોજવા મક્કમ રહ્યાં હતા. તેમણે વહીવટી તંત્ર પર ઓરમાયું વલણ રાખતા હોવાના ગંભીર આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, જ્યાં સુધી ગ્રામસભામાં પૂરતા અધિકારીઓ ન આવે ત્યાં સુધી ગ્રામસભાનો બહિષ્કાર યથાવત રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button