ભરૂચ

ઝગડીયા તાલુકાના જૂના તોથિંદ્રા ગામે બંધારણ મુજબ રૂઢિપ્રથા ગ્રામસભામાં જાગૃતિ અર્થે વિશેષ માર્ગદર્શન

"બિના લડે કોઈ વિર નહી હોતા,બિના ત્યાગ કે કોઈ પિર નહી હોતા,યહ તો બર્ષો કી તપસ્યા હૈ ।

રૂઢિગત ગ્રામસભા” ના વિધાનસભા, ના લોકસભા; સબસે ઉંચી ગ્રામસભા”

ઝગડીયા તાલુકાના જૂના તોથિંદ્રા ગામે પ્રજાસત્તાક દીને બંધારણના આર્ટિકલ -૧૩(૩)(ક) અને ૧૩(૧) મુજબ રૂઢિપ્રથા ગ્રામસભા શું છે ? અને તેમનો હેતું શું છે ? તેની ગ્રામસભા યોજી લોકોમાં જાગૃતી લાવવા આગેવાનોએ વિસ્તૃત સમજણ પુરી આપવામાં આવી હતી.

બંધારણના આર્ટિકલ -૧૩(૩)(ક) અને ૧૩(૧) રૂઢિગત પ્રથાનુસારની ગ્રામસભા છે .પરંતુ આઝાદી બાદ અજ્ઞાનતા અને શિક્ષણનો વ્યાપ ઓછો હોવાને કારણે લોકોને ખબર નથી અથવા જાણકારીના અભાવને કારણે બંધારણે આપેલ કસ્ટમરી લો(રૂઢિપ્રથા ગ્રામસભા) અમલ સ્વતંત્રતાના ૭૫ બાદ પણ અમલ થયેલ નથી.તેના કારણે રૂઢિપ્રથા ગ્રામસભાઓ ગ્રામ્ય વિસ્તારોમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અને આઝાદી બાદ જેટલી પણ સરકારોએ શાસન કર્યું તેમણે રૂઢિપ્રથા ગ્રામસભાની અમલ બજાવણી,પ્રચાર કે સમજણ આપી નથી.ઉપરાંત અનુસૂચિત વિસ્તારના તમામ ચુંટાયેલાં પ્રતિનિધિઓ પણ રૂઢિપ્રથા ગ્રામસભા બાબતે નિષ્ફળ ગયેલ છે .

તે પૈકી આદીવાસીઓના મસિહા તરીકેની ખ્યાતિ પામનાર અને ગજજાવર નેતાની છબી ધરાવનાર છોટુભાઈ વસાવાએ “પેસા કાયદો-૧૯૯૬”નો સિધો ગ્રામસભાને હક્ક અપાવવા તા.૦૫/૧૦/૨૦૧૮ ના રોજ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ,સચિવાલય ગાંધીનગરના અગ્રસચિવ એ.કે.રાકેશને પત્ર લખ્યો હતો.તે પરત્વે પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્રસચિવ એ.કે.રાકેશનો પત્ર ક્રમાંક:પરચ-૧૦૨૦૧૮-એમ એલ એ -૧૦-ગ થી તા.૧૭/૧૨/૨૦૨૮ ના સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે.કે,ગુજરાત પંચાયતની જોગવાઈઓ,નિયમો ૨૦૧૭ ના પેસા નિયમોના નિયમ-૩૩ થી ૩૭ની જોગવાઈમાં પેસા કાયદો-૧૯૯૬ હેઠળ લાગુ નડતા અનુસૂચિત વિસ્તારોમાં આ અંગેની સત્તાઓ ગ્રામસભાને આપવામાં આવેલ છે.

તે અંતર્ગત પેસા કાયદો-૧૯૯૬ મુજબ કસ્ટમરી લો(રૂઢિપ્રથા ગ્રામસભા) નું લોક જાગૃતી અર્થે ઝગડીયા તાલુકાના જૂના તોથિંદ્રા ગામે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોને આગેવાનો સંદીપ. એ. વસાવા,ચંપકભાઈ વસાવા (શિક્ષક),બાલુભાઈ વસાવા,કિરણભાઈ વસાવા,નિલેશભાઈ વસાવા,માજી સરપંચ હરિસિંગભાઈ વસાવા તેમજ વાસણા પંચાયતના સરપંચે બદ્રેશભાઈ વસાવા રૂબરૂ ઉપસ્થિત રહી વિશેષ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button