ઓલપાડ

ઓલપાડ તાલુકાના કુડસદ ગામે ક્રિકેટ મેચ દરમિયાન થયેલ ઝઘડામાં ઓલપાડ તા. પંચાયતના પૂર્વ પ્રમુખ અમિત પટેલ સહિત 6 સામે ફરિયાદ

ઓલપાડ તાલુકાના કુડસદ ગામે ક્રિકેટ મેચ દરમિયાન થયેલ ઝઘડો કીમ પોલીસ મથકે પહોંચતા કીમ પોલીસે 6 વિરુદ્ધ એટ્રોસીટી એકટ સહિત વિવિધ કલમો મુજબ ગુનો નોંધાયો હતો.

ઓલપાડ તાલુકાના કીમ નજીક કુડસદ ગામ આવેલ છે. સદર ગામે ટીમ બનાવી ક્રિકેટ મેચ રમાઈ રહી હતી. ત્યારે ગામના હિરેનભાઇ ઉર્ફે ગુલીયો અરવિંદભાઈ પટેલ ફરીયાદી રજનીકાંત વસાવાને ક્રિકેટ રમતમાં ફટકારવામાં આવેલ બોલ આપવામા મોડુ થવાના કારણે બોલાચાલી થઈ હતી. ફરિયાદીને ગમે તેમ ગાળો બોલી તેમજ જાતી વિષયક અપમાન જનક ગાળો જાહેરમા બોલી તેમજ આ કામના બીજા તહોદારો ત્યા વારાફરથી ફરિયાદી પાસે આવી ગાળા ગાળી કરી ઢીક મુક્કીનો માર મારી તેમજ ક્રિકેટ રમવાના સ્ટમ્પ તથા બેટથી શરીરે મૂઢ માર મારતા ફરિયાદીના સમાજના આગેવાન વિજયભાઇ વસાવા ફરિયાદીને બચાવવા આવતા તેમને પણ ગમે તેમ ગાળો બોલી આદિવાસીનો આગેવાન બને છે, તારા ટાંટિયા ભાંગી નાખીશુ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. જે બાબતે મગજમારી થતા સમગ્ર મામલો કીમ પોલીસ મથકે પહોંચ્યો હતો. ફરિયાદી રજનીકાંતભાઇ જગદીશભાઇ વસાવા એ અમિતભાઇ ઉર્ફે લેમુ સુરેશભાઇ પટેલ, હિરેનભાઇ ઉર્ફે ગુલીયો અરવિંદભાઇ પટેલ, હર્ષલ શૈલેષભાઇ પટેલ, પિયુશભાઇ બેચરભાઇ પટેલ, મિતેશભાઇ ઉર્ફે મીત જશવંતભાઇ પટેલ, નરેશભાઇ મંગુભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી બધું તપાસ કીમ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button