તાપી

પહેલો સ્વદેશી ન્યુક્લિયર પાવર પ્લાન્ટનું 2મીએ કાકરાપાર ખાતે PM મોદીના હસ્તે જનતાને સમર્પિત

આગામી તા.22 ફેબ્રુઆરીના રોજ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઇન્ડિયા લિમી. દ્વારા કાકરાપાર ખાતે નિર્મિત યુનિટ-3 અને 4 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશવાસીઓને સમર્પિત કરવામાં આવશે. સુરતના માંડવી તાલુકામાં આવેલા કાકરાપાર ખાતેના અણુવિદ્યુત મથકમાં સ્વદેશી નિર્મિત 700-700 મેગાવોટના 2 પાવર પ્લાન્ટ દેશવાસીઓને સમર્પિત કરાશે. યુનિટ 3 અને 4 સાથે કાકરાપાર અણુ વિદ્યુત મથકની ક્ષમતા 1840 મેગાવોટની થઈ જશે. પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) પધ્ધતિના 2 યુનિટ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતિક છે. યુનિટ-2 કાકરાપાર એટોમીક પાવર પ્રોજેક્ટ (KAPP-3 700 MWe) તા.30 ઓગષ્ટ 2023થી કાર્યરત છે. અમલીકરણના વિવિધ તબક્કામાંથી પસાર થતું આ યુનિટ 16 સ્વદેશી 700 મેગાવોટ PHWRની શ્રેણીમાં સૌથી આગળ છે. જ્યારે તેનું ટ્વીન એકમ , KAPP-4 ટૂંક સમયમાં ગ્રીડ સાથે જોડાશે અને વીજળીનું ઉત્પાદન શરૂ કરશે.

આત્મનિર્ભર ભારત’ની પરિકલ્પનાને સાકારિત કરતું ઉદાહરણ

વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી અદ્યતન સલામતી સુવિધાઓ ધરાવતું આ પ્રથમ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) યુનિટ, ભારતીય વિજ્ઞાનીઓ અને એન્જિનિયરો દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. ભારતીય ઇજનેરો અને વૈજ્ઞાનિકો દ્વારા બનાવાયેલી રિએક્ટરની ડિઝાઇન, બાંધકામ, અને સંચાલનની સાથે ભારતીય ઉદ્યોગો પાસેથી મેળવાયેલા સંસાધનો પુરવઠો અને અમલીકરણ એ ‘આત્મનિર્ભર ભારત’ની પરિકલ્પનાને સાકારિત કરતું ઉદાહરણ છે. NPCIL હાલમાં 7480 મેગાવોટની કુલ ક્ષમતા સાથે 23 રિએક્ટર ચલાવે છે. વધુમાં, સ્વદેશી 700 મેગાવોટ PHWR ટેકનોલોજીના 15 રિએક્ટર અમલીકરણના વિવિધ તબક્કામાં છે.1000 મેગાવોટની ક્ષમતા વાળા 4 લાઇટ વોટર રિએક્ટર (LWR) પણ કુડનકુલમ ખાતે રશિયન સહયોગથી નિર્માણાધીન છે. જે વર્ષ 2031-32 સુધીમાં ક્રમશઃ પૂર્ણ થવાની ધારણા છે. આ રીએક્ટરો હાલની સ્થાપિત પરમાણુ ઉર્જા ક્ષમતાને 7480 મેગાવોટથી વધારીને 22480 મેગાવોટ કરશે.

870 બિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન

ન્યુક્લિયર પાવર એ 24*7 ઉપલબ્ધ બેઝ લોડ વીજળી ઉત્પાદનનો સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ સ્ત્રોત છે. પરમાણુ પાવર પ્લાન્ટ્સે અત્યાર સુધી દેશમાં આશરે 748 મિલિયન ટન કાર્બન-ડાઇઓક્સાઇડ સમકક્ષ ઉત્સર્જન ઘટાડીને લગભગ 870 બિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી છે. વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરોના લક્ષ્યને હાંસલ કરવામાં પરમાણું ઉર્જા મહત્વની ભૂમિકા ભજવશે.

વર્ષે લગભગ 10.4 બિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરશે

KAPP-3 અને 4 તેની પૂર્ણતા પર દર વર્ષે લગભગ 10.4 બિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરશે (85% ના PLF પર). વધુમાં, સ્ટેશન દ્વારા સ્થાનિક લોકો માટે રોજગાર (પ્રત્યક્ષ અને પરોક્ષ) અને મોટા વેપારની તકો ઉભી થશે. તે આર્થિક પ્રવૃત્તિમાં વધારો કરશે અને વિદ્યુત ક્ષેત્રને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button