નર્મદાભરૂચરાજનીતિ

સ્વાભિમાનયાત્રાના ૨૧માં દીવસે ડેડીયાપાડા તાલુકામાં પ્રવેશ, આજે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાનો બર્થડે જિલ્લા બહાર મનાવવા મજબુરી

સ્વાભિમાનયાત્રા એ લોકસભા ચુંટણી પ્રચારનું એક બહાનું ? ગત વિધાનસમાના પ્રલોભનોવાળા એજન્ટા કેમ અલિપ્ત?

લોકસભાની ચુંટણીને ધ્યાને લઈ સ્વાભિમાનયાત્રા ઝગડીયા તાલુકામાંથી ૨૧ દીવસ પહેલાં શરૂ થઈ હતી. તે આજે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના જન્મદીવસે જ સ્વાભિમાનયાત્રા ડેડીયાપાડા તાલુકામાં પ્રવેશ કર્યો હતો. યાત્રાનો પ્રારંભ ડેડીયાપાડાના લીમડાચોકથી શરૂ કરી સર્કલ પાસે બિરસામુંડાની પ્રતિમાને ફલહાર ચડાવી દેવમોગરા ખાતે પહોંચી ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર હજારો કાર્યકરોએ યાહામોગી માતાના દર્શન કરી ધારાસભ્યની ગેરહાજરીમાં જન્મદીવસ મનાવ્યો હતો.કેમકે કોર્ટના હુકમને કારણે ધારાસભ્યને હાલ પ્રવેશ નર્મદા જિલ્લાનો નિષેદ છે.

દર વખતે ચુંટણીઓ આવતાં મતદારોને રીઝવવા રાજકીય પાર્ટીઓ તરેહ તરેહની મુધ્ધાઓ અજમાવતા હોય છે. તે અંતર્ગત મતદારો સુધી પહોચવાં આમ આદમી પાર્ટી અને કોગ્રેસના ગઠબંધનના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં ઝગડીયા તાલુકામાંથી ૨૧ દીવસ પહેલાં સ્વાભિમાનયાત્રા શરુ કરવામાં આવી છે. તે આજે ડેડીયાપાડા તાલુકામાં પ્રવેશી હતી. ગત વિધાનસભામાં આમ આદમી પાર્ટીએ મતદારોને મનાવવા મફતની રેવડી મુજબ ,વિજળી,બેકારી ભથ્થાં,શિક્ષણ,આરોગ્ય ,મહીલાઓને ભથ્થાં વગેરેના એજન્ટાવાળી વાતો કરી હતી. તે એજન્ટાઓ પુર્ણ ન થવા છતાં કે શરૂઆત સુધ્ધાં ન થવા છતાં વિધાનસભા ચુંટણી પછી કેમ ભુલાવી દેવામાં આવ્યાં ? ગતવિધાનસભાના આમ આદમી પાર્ટીઓના મફતની રેવડી વાળા મુધ્ધાઓને હાલમાં અનદેખી કરી કે તેમને ભુલાવી દઈ મતદારોને મનાવવા નવુ સ્વરૂપ સ્વાભિમાનયાત્રા નામ આપી એક પ્રકારની ચુંટણી પ્રચાર શરુ કરવામાં આવેલ છે.

ભારતદેશમાં ચુંટણી વ્યવસ્થાઓ મતદારોને દરેક રાજકીય પાર્ટીઓ જાતજાતના જે શક્ય જ નથી એવા એજન્ટાઓ મતદારો સુધી પહોચાડી સ્વતંત્રા પછીનો શિલશિલો લગાતાર ચાલુ જ છે. અને મતદારો પણ આવા પ્રલોભનોના એજન્ટાઓ સમજ્યાં વગર સચ્ચાઈ માની લઈ માની જવાને કારણે દેશમાં યોગ્ય સરકાર કે પ્રતિનિધિ સામાન્ય ગરીબ જનતા માટે પ્રાપ્ત થવા મુશ્કેલીઓ પડી રહી છે. અને જે સંવૈધાનિક અધિકારો વાળા મુધ્ધાઓ જે પાર્ટીઓ એજન્ટા તરીકે વાપરે છે. તે મતદારો સમજી શકતાં નથી .અને સમાજની હિતેચ્છુ પાર્ટીઓ કોઈદીવસ પ્રલોભનોના એજન્ટાઓ મતદારોને આપતાં નથી. તે તમામ કારણોને લીધે દેશમાં ગરીબી,શિક્ષણ,આરોગ્ય ,રોજગારી વગેરે સમસ્યાઓ યથાવત રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button