ડાંગ

ડાંગ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના નાક નીચે ઢોલ્યાઉંબરથી માળંગા માર્ગ પર જૂના નાળા બદલવાના બદલે તે જ નાળા નાખીને ભ્રષ્ટાચાર આચર્યો

માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ શું નિરિક્ષણ કર્યું તે પણ એક મોટો સવાલ

ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટી વિસ્તારના ઢોલ્યાઉંબરથી માળંગાને જોડતો 7 કિમીનો માર્ગ અત્યંત બિસ્માર બનતા લોકોની અનેક રજૂઆતો બાદ ડાંગ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગે માર્ગની નવિનીકરણની કામગીરી હાથ ધરી છે. આ માર્ગ પર આવેલ નાળુ વર્ષ 2011-12માં બનેલું હોય અંત્યત જર્જરિત બનવા છતાં માર્ગ મકાન વિભાગે અજરઅંદાજ કરી અંદાજે 1.80 કરોડના ખર્ચે વાયડનિંગ અને માર્ગને ડામરીકરણની કામગીરી હાથ ધરી છે.

અહીં 2012માં બનેલ નાળા જર્જરિત બનવા સાથે આગામી દિવસોમાં ચોમાસા દરમિયાન તૂટી પડવાની શક્યતા હોય આ નાળાને માર્ગની કામગીરી સાથે આવરી લેવા આ વિસ્તારના આગેવાન સોમનાથભાઈ ભોયેએ રજુઆત કરવા છતાં તેમની અરજી ધ્યાને નહીં લેવાતા સરકારી કરોડો રૂપિયાનું આંધણ બાદ પણ પરિસ્થિતિ જૈસે થે રહેવાની શક્યતા નકારી શકાતી નથી. માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારીઓ આ માર્ગ પર આવેલ નાળા બીડિંગની કામગીરી હાથ ધરી લોકઉપયોગી બનાવે તે જરૂરી છે.

નવા નાળા નાંખવામાં આવશે

આ માર્ગની નવિનીકરણ અને મજબૂતીકરણની કામગીરી મંજુર થઈ છે,જેમાં આ નાળાની પણ સ્થિતિ જોઈ છે,જેને પણ બદલીને નવા નાળા નાખવામાં આવશે. > સાગરભાઇ, ઇજનેર, માર્ગ મકાન પંચાયત વિભાગ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button