દેશરાજનીતિ

ફરીએકવાર ગઠબંધન સરકારનો યુગ, ભાજપ પોતાના દમ પર સરકાર બનાવવાથી બહુ દુર

370નો નારો આપનાર ભાજપ 272ના આંકડાને સ્પર્શી શક્યું નથી, તે 241 સુધી સિમિત રહી ગયું.. ભાજપે રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક અને હરિયાણા તમામ જગ્યાએ સીટો ગુમાવવી પડી છે.

લોકસભાની ચૂંટણીમાં ફરી એકવાર એકઝિટ પોલ ધ્વસ્ત થઇ ગયા.. પરિણામો 2004ની જેમ એકઝિટ પોલથી ઉલટા નીકળ્યા. એક દાયકા પછી ગઠબંધન સરકારનો યુગ પાછો ફર્યો છે. 370નો નારો આપનાર ભાજપ 272ના આંકડાને સ્પર્શી શક્યું નથી, તે 241 સુધી સિમિત રહી ગયું.. ભાજપે રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક અને હરિયાણા તમામ જગ્યાએ સીટો ગુમાવવી પડી છે.

તમિલનાડુ અને પંજાબમાં ભાજપનું ખાતું પણ ન ખુલ્યું

તમિલનાડુ અને પંજાબમાં તો ભાજપ ખાતું પણ નથી ખોલાવી શક્યું. ઓડિશા અને તેલંગાણાએ લાજ બચાવી લીધી. નીતીશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ હવે નવી સરકારના કિંગમેકર તરીકે ઉભરી આવ્યા છે. એકંદરે, એનડીએ ગઠબંધન સત્તાની નજીક આવી ગયું હતું, પરંતુ સંપૂર્ણ બહુમતી સરકાર ન હોવાને કારણે ગઠબંધનની રમત ફરી શરૂ થઈ છે.. ભાજપને સરકાર બનાવવા માટે 33 બેઠકો ઓછી મળી છે. ગઠબંધન સરકારમાં તેણે એક દેશ, એક ચૂંટણી અને સમાન નાગરિક સંહિતા જેવા મુદ્દાઓ છોડવા પડશે.

પ્રાદેશિક પક્ષો ફરી શક્તિશાળી બની ગયા, ભાજપ પ્રત્યે લોકોમાં કેમ નારાજગી જોવા મળી?

2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષોની ઇચ્છા પુરી થઇ. 10 વર્ષ પછી એક પણ પક્ષને સંપૂર્ણ બહુમતી મળી નથી. હવે કેન્દ્રમાં ગઠબંધન સરકાર બનશે, જેમાં તેમને સોદા કરવાની તક મળશે. નરેન્દ્ર મોદીની છેલ્લી બે સરકારોમાં, પ્રાદેશિક પક્ષો સરકારનો ભાગ હતા, પરંતુ તેમને એવા મંત્રાલયો આપવામાં આવ્યા હતા જે ભાજપ ઇચ્છતો હતો. ભાજપને લગભગ 240 બેઠકો મળવાની ધારણા છે, જે બહુમતીના 272ના આંક કરતાં ઘણી ઓછી છે. તમને જણાવી દઈએ કે સમાચારોમાં આપવામાં આવેલા આંકડા અંતિમ નથી, તે સાંજે પાંચ વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ છે. અંતિમ પરિણામો અલગ હોઈ શકે છે.

મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ ભાજપના મફત રાશન અને ભાષણ પર ભારે પડ્યા

ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતાઓની મનમાની જનતા સહન કરી શકી ન હતી, જેના કારણે ભાજપ સંપૂર્ણ બહુમતીથી 32 ડગલાં દૂર રહી. આ હાર માટે ઘણા કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ ભાજપના મફત રાશન અને ભાષણ પર ભારે પડ્યા.. ટિકિટ કાપવાની ફોર્મ્યુલા અને કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને તાત્કાલિક ટિકિટ આપવાનો નિર્ણય પણ ભાજપને નડ્યો. આ સિવાય ‘અબ કી બાર, 400 પાર “ના નારાએ મધ્યમ વર્ગને બૂથથી દૂર કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. મોટાભાગની જગ્યાઓ પર ભાજપના મુખ્ય મતદારોને પણ નરેન્દ્ર મોદી મોટી જીત માટે પૂરતા છે તેવો વધુ પડતો વિશ્વાસ હતો. પાંચ તબક્કાની ચૂંટણી પછી ઘણા વિસ્તારોમાં સાંસદ સામે લોકોનો ગુસ્સો પણ સામે આવ્યો હતો.

Related Articles

Back to top button