દેશરાજનીતિ

‘વન-નેશન- વન ઇલેકશન’ રામનાથ કોવિંદ સમિતિએ તેનો રિપોર્ટ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સાદર રજૂ કર્યો

  • પૂર્વ પ્રમુખે તેઓના રિપોર્ટમાં લોકસભા, વિધાનસભાઓ, સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ તે તમામની ચૂંટણીઓ અંગેનો 18626 પાનાનો અહેવાલ તૈયાર કર્યો છે


‘વન-નેશન- વન ઇલેકશન’ અંગેનો ૧૮૬૨૬ પાનાનો વિસ્તૃત અહેવાલ રામનાથ કોવિંદ સમિતિએ આજે બપોરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સુપ્રત કર્યો હતો. દેશમાં લોકસભા, તમામ વિધાનસભાઓ, અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી એક સાથે યોજવા અંગે આ સમિતિએ ૧૯૧ દિવસ સુધી ભારે જહેમત લીધી હતી. આ સમિતિની રચના સપ્ટેમ્બર ૨, ૨૦૨૩ના દિવસે કરવામાં આવી હતી.

રામનાથ કોવિંદે સમિતિના સભ્યો કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રના કાનુન મંત્રી અર્જુન રામ મેઘવલ, ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (ડીપીએપી)ના પ્રમુખ ગુલામ નબી આઝાદ વગેરે સભ્યો તે સમયે ઉપસ્થિત હતા.

આ ઉચ્ચ સ્તરિય સમિતિએ ભાજપ, તૃણમુલ, સમાજવાદી પાર્ટી, સીપીઆઈ, સીપીઆઈ(એમ), કોંગ્રેસ, એઆઈએમઆઈએમ, આરપીઆઈ, અપના દળ વગેરે પક્ષોના નેતાઓ સાથે પણ ચર્ચા કરી હતી. આ પાર્ટીઓના પ્રતિનિધિઓએ તેઓના લેખિત સૂચનો પણ કોવિંદ સમિતિને રજૂ કર્યા હતા. તે પછી આ સમિતિએ વન નેશન વન ઇલેકશન નામક તૈયાર કરેલા રિપોર્ટના કેટલાક મહત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે :-

એક સાથે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ, દેશમાં પહેલી અને છેલ્લી વખત ૧૯૫૨માં યોજાઈ હતી. તે સ્થિતિ ફરી સ્થાપવાનો આ સમિતિનો હેતુ છે. સમિતિ જણાવે છે કે, દર વર્ષે કોઇને કોઇ ચૂંટણી આવતી જ હોય છે. તેથી સરકાર, વ્યાપાર ઉદ્યોગ ધંધા, કર્મચારીઓ, કામદારો, કોર્ટસ, રાજકીય પક્ષો, ઉમેદવારો અને સમગ્ર સમાજ ઉપર ભારે બોજ પડે છે.

દેશમાં લોકસભા, વિધાનસભાઓ અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીઓ એક સાથે જ યોજવા માટે, આ સમિતિએ બે તબક્કાની ગતિવિધિ સૂચવે છે. પહેલા તબક્કામાં લોકસભા, વિધાનસભાઓની ચૂંટણી સમય બદ્ધ કરવી પડે. તેનો સમય અક સરખો હોવો જોઈએ.

બીજા પગલામાં નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણીઓ પણ લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી સાથે સમય બદ્ધ કરવામાં આવે.

આ સમિતિએ આ સાથે તેમ પણ સૂચવ્યું છે કે, સામાન્ય ચૂંટણી સંપન્ન થયા પછી સંસદનું પહેલું જ સત્ર શરૂ થાય તેના પહેલા જ દિવસે, રાષ્ટ્રપતિએ, આ ચૂંટણીઓની એક સૂત્રતા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરી આ તમામ ચૂંટણીઓ તાલબદ્ધ રીતે એક જ સમયે કોઈ નિશ્ચિત તારીખે યોજવી જોઈએ તે જણાવવું જોઈએ.

મુખ્ય પ્રશ્ન તો વિધાનસભાઓની મુદતનો હાથ ધરવામાં આવ્યો. તે અંગે આ સમિતિએ જણાવ્યું હતું કે, વિધાનસભાઓની મુદત પણ લોકસભાની મુદત સાથે જ પૂરી થવી જોઈએ.

સમિતિનાં સૂચનોનો અમલ બરોબર થાય છે કે કેમ તે જોવા માટે એક અમલીકરણ જૂથની રચના કરવી અનિવાર્ય છે, તેમ પણ આ સમિતિએ સૂચવ્યું છે.

આ સૂચનો અમલી કરવા સાથે વન નેશન વન ઇલેકશન નિશ્ચિત કરવું જ હોય તો, લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવા માટે સંવિધાનના અનુચ્છેદ ૩૨૪-એ માં સુધારો કરવો પડે. જયારે પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓ પણ એક સાથે યોજવા માટે સંવિધાનના અનુચ્છેદ ૩૨૫માં સુધારો કરવો પડે. આ માટે સિંગલ ઇલેકટોરલ શેલ રચવું પડે. મતદાતાઓમાં એક જ ફોટો આઇડેન્ટીટી કાર્ડઝનું પણ આ રિપોર્ટમાં સૂચન કરવામાં આવ્યું છે. આ સુધારાઓ ૫૦% થી ઓછા નહીં તેટલા રાજ્યોએ મંજૂર કરવા પણ અનિવાર્ય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button