તાપી

કુકરમુંડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર ડૉક્ટરોના અભાવને લીધે ભારે હાલાકી વેઠવી પડે છે

તાલુકાના PHC પર ફરજ બજાવતા ડોક્ટરોથી ગાડુ ગબડાવાય છે

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મુખ્ય મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોજના મોટી સંખ્યામાં સારવાર અર્થે દર્દીઓ આવતા હોય છે. પરંતુ આ CHC ખાતે અપૂરતા ડોક્ટરો અને સોનોગ્રાફી જેવી અનેક સુવિધાનો અભાવ હોવાથી સારવાર અર્થે આવતા દર્દીઓને આરોગ્ય લક્ષી સેવાઓ પૂરતા પ્રમાણમાં મળતી નથી. જેથી અનેક દર્દીઓને વધુ સારવાર અર્થે નજીકમાં આવેલુ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે જવું પડતું હોય છે.

આ કુકરમુંડા તાલુકો મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલ હોવાથી સારવાર અર્થે મહારાષ્ટ્રમાંથી પણ દર્દીઓ કુકરમુંડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતા હોય છે. રોજના કુકરમુંડા તાલુકામાંથી તેમજ મહારાષ્ટ્રમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોવા છતાં પણ ગત ડિસેમ્બર મહિનામાંથી આ સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર માત્ર એક ડોક્ટર છે. જોકે એક જ ડોક્ટર હોવાથી જવાબદાર તંત્ર દ્વારા કુકરમુંડા તાલુકામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટરોને છેલ્લા કેટલાક દિવસોથી સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર ફરજ પર મુકીને ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા કરોડોના ખર્ચે કુકરમુંડા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રનું નવા મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર સહીત વિવિધ સુવિધાઓનો અભાવ છે. જેથી સારવાર અર્થે આવનાર દર્દીઓને પૂરતા પ્રમાણમાં આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહી નથી. એક તરફ

ડોક્ટરોનો અભાવ તો બીજી તરફ સોનોગ્રાફી જેવા સાધનોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. તેમજ સ્પેશલ લિસ્ટના ડોક્ટરો પણ ન હોવાથી ઘણા દર્દીઓને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે 35 થી 40 કિલોમીટરના અંતરે મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે મોકલવામાં આવતા હોય છે.

અંદાજિત 85 % આદિવાસી સમાજની વસ્તી ધરાવતો કુકરમુંડા તાલુકામાં લોકોને આરોગ્ય લક્ષી સેવા પોતના જ વિસ્તારમાં મળી રહે તે માટે સરકાર દ્વારા અમુક ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય સેન્ટરોની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને કુકરમુંડા તાલુકાના મુખ્ય મથક ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉભી કરેલ છે. પરંતુ તાલુકા સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર જ પૂરતા પ્રમાણમાં ડોક્ટરોનો અભાવ જોવા મળી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button