ગુનોતાપી

અંધાત્રી પિયત મંડળીમાં ગેરરીતિની તપાસ ત્રણ મહિનામાં કરવા આદેશ

સ્થાનિક તંત્રએ કાર્યવાહી ન કરતા હાઇકોર્ટમાં ફરિયાદ થઇ હતી

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી અંધાત્રી પિયત સહકારી મંડળીનાં વહીવટની સામે અસંતોષ હોય સબંધિત કચેરીઓમાં વહીવટ બાબતે પત્ર વ્યવહાર કરી કાર્યવાહી કરવા જણાવેલ હતું, પરંતુ તે સંદર્ભે કાર્યવાહી ન થતા આખરે હાઇકોર્ટમાં જાગૃત નાગરિકે અપીલ દાખલ કરી હતી, જેના અનુસંધાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાપી જિલ્લા રજીસ્ટરને મંડળીમાં નાણાકીય ગેરરીતિની તપાસ ત્રણ મહિના કરવાં આદેશ કરાયો છે.

અંધાત્રી ગામના એક જાગૃત નાગરિક દ્વારા અંધાત્રી ગામની પિયત મંડળીમાં પ્રમુખ સંજયસિંહ તથા સભ્યો પર નાણાકીય ગેરરીતિ અને ઓડિટ નહીં કરાવવા બાબતની અનેક વખત સંબંધિત કચેરીઓમાં અરજી કરી હતી, પરંતુ કાર્યવાહી કરવાના બદલે આંખ આડા કાન કરાતા જાગૃત નાગરિક દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 13780/2022 દાખલ કરાઈ હતી, જેમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે તા.26/09/2023 ના રોજ ઓરલ ઓડર થી તાપી જિલ્લા રજીસ્ટરને આદેશ આપી જણાવેલ હતું કે અરજદારની અરજી અને પુરાવાઓને ધ્યાને લઈ ત્રણ મહિનાની અંદર સમગ્ર હિસાબો, નાણાકીય બાબતો અને યોગ્ય ઓડિટર પાસે નાણાકીય ગેરરીતિ નો ત્રણ મહિનાની અંદર રિપોર્ટ તૈયાર કરવાનો આદેશ કરવામાં આવતા મંડળીના વહીવટદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે,

તાપી જિલ્લા રજીસ્ટર તાપીના કાર્યાલય અધ્યક્ષ રૂપાબેન ત્રિવેદીના અંગે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે ઓરલ ઓર્ડર અપીલ કર્તા પાસે આવેલ હોવાની જાણ તેમના દ્વારા થઈ છે, હાલ તાપી જિલ્લા રજીસ્ટરની ઓફિસમાં આ ઓર્ડર આવ્યો નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button