નર્મદા

ગુજરાતની ૨૬ બેઠકોમાંથી સૌથી ચર્ચાસ્પદ બેઠક ભરૂચ પર “બાપ” તરફથી દિલીપ વસાવાનું એલાન થતાં ખળભળાટ

ભરૂચ બેઠક પર ભાજપને હટાવવા કોગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઈન્ડિયા ગઠબંધનની " બાપ " પાર્ટીમાંથી દિલીપ વસાવાની ઘોષણાંએ ગણત્રી ઉધી વાળી

ગુજરાત રાજ્યની લોકસભાની ૨૬ બેઠકોમાંથી ભરૂચ લોકસભા બેઠક પર છ ટર્મથી એકધારી જીતનો તાજ પેહરનાર મનસુખ વસાવા તરેહ તરેહની ચર્ચાઓથી ઘેરાયેલાં રહેતાં ભાજપને હાલ હટાવવાની ઝુંબેશ ચાલી રહેલ હતી.તેના વિકલ્પરૂપે ગત વિધાનસભાની ચુંટણીમાં ૧૪૯- ડેડીયાપાડા ની બેઠક પર ઝંઝવાતો વિજય મેળવનાર બીટીપી ને છોડી આમ આદમી પાર્ટી પર ચૈતરભાઈ વસાવાએ વિજય મેળવ્યો હતો.અને ત્યારથી તેઓ પણ જાત જાતના વિષયોને લઈને ચર્ચાઓમાં રહેતાં આમ આદમી પાર્ટી અને કોગ્રેસની સંયુક્ત રીતે ગઠબંધન કરી ભાજપને હટાવવા તખ્તો ગોઠવ્યાં હતો.અને ઈન્ડિયા ગઠબંધન અને ભાજપ બંન્ને લોકોને રીઝવવા લગાતાર પ્રયાસો થતાં રહ્યાં.

તેવાં સંજોગોમાં વર્ષોથી આદીવાસી સમાજ પર પ્રબળ પ્રભુત્વ ધરાવનાર અને મસિહા તરીકે ખ્યાતિ પામેલ છોટુભાઈ વસાવા જેઓ ભારત આદીવાસી પાર્ટીના સંરક્ષક છે.તેમણે હાલ બીટીટીએસ સાયલેન્ડ થતાં “ભારત આદીવાસી સંવિધાન સૈના ” લોન્ચ કરી હતી.તે સૈનાના તમામ પ્રદેશ લેવલી કમિટીની ચર્ચાઓને અંતે છોટુ વસાવાના પુત્ર દિલીપભાઈ છોટુભાઈ વસાનાની ભારત આદીવાસી પાર્ટી તરફથી ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી કરવા જાહેરાત થતાં ભાજપ અને ઈન્ડિયા ગંઠબંધનની કરી રહેલી ગણત્રીમાં તિરાડ પડી છે.તે કારણે હવે ભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાવવાનો અણસાર આવી ગયો છે.

ભારત આદીવાસી પાર્ટી તરફથી દિલુપ વસાવા હાલ નવા ઉમેદવાર છે.અને ભાજપ તરફથી છ ટર્મથી જીતતા મનસુખ વસાવાની નેતૃત્વથી નારાજગી અને કોગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થવાથી કેટલાંક કોગ્રેસીઓ નારાજ છે .ઉપરાંત વિધાનસભાની ચુંટણી પછી ચૈતર ભાઈ વસાવાથી પણ નારાજ લોકોનો યશ ભારત આદીવાસી પાર્ટી તરફ એચાવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.તે કારણે હાલ ભરૂચ લોકસભા બેઠક રસાકસી ભર્યો જંગ ખેલાવવાની શક્યતાં છે.તેમાં કોણ બાજી મારશે તે ચુંટણીના રીઝલ્ટ પછી જાણવા મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button